GSPCને નાદાર જાહેર કરવા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ શરૂ કરી કાર્યવાહી

બુધવાર, 29 ઑગસ્ટ 2018 (14:24 IST)
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લી.એ (GSPC) બેંકો પાસેથી રૂ. 2252 કરોડની લોન લીધી હતી. તે ચુકવી ન શકતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જીએસપીસીને નાદાર જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ માહિતી ગુજરાતી અખબારમાં  પ્રકાશિત થઇ છે. જીપીએસસી દ્વારા ગુજરાતમાં ગેસ વિતરણ અને ખરીદી માટે વિવિધ કંપનીઓ બનાવવામાં આવી છે. જે દરમિયાન જીએસપીસીએ કૃષ્ણા ગોદાવરી બેઝીનમાં નવું તેલ ગેસ ક્ષેત્ર શોધવાની કામગીરી માટે રાષ્ટ્રીયકૃત બેંકો પાસેથી કરોડોની લોન લીધી હતી. આ ઉપરાંત ઓએનજીસી પાસેથી પણ 8000 રૂ. કરોડ પણ મેળવ્યાં હતાં. રાષ્ટ્રિયકૃત બેંકો અને ઓએનજીસી પાસેથી મળીને એકંદરે 10000 રૂ. કરોડથી વધુની રકમ મેળવ્યા બાદ વિદેશની કંપનીને ડ્રિલીંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેને રૂા.800 કરોડ જેટલી મોટી રકમ એડવાન્સમાં આપી હતી. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ના ડાયરેક્ટરો દ્વારા ગુજરાતમાં ગેસ વિતરણ અને ખરીદી અંગે અલગ-અલગ કંપનીઓ બનાવવામાં આવી હતી. દરમ્યાનમાં જીએસપીસી દ્વારા થોડા સમય પહેલા કૃષ્ણા-ગોદાવરી બેઝીનમાં નવું તેલ-ગેસ ક્ષેત્ર શોધવાની કામગીરી માટે વિવિધ રાષ્ટ્રિયકૃત બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન મેળવી હતી. તદઉપરાંત ઓએનજીસી પાસેથી પણ 8000 કરોડ રૂ. જીએસપીસીએ મેળવ્યા હતા. જીએસપીસીના બેંક એકાઉન્ટ એનપીએ થયા બાદ હવ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇન સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ હેઠળ જીએસપીસીને નાદાર જાહેર કરવાની કાર્યવાહી કરશે અને ત્યાર બાદ એનસી.એલ.ટી.માં જશે તેમ જાણવા મળે છે.બે દિવસ પહેલા કોંગ્રેસ કોર ગ્રુપના સભ્ય અને વરિષ્ઠ નેતા જયરામ રમેશે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં આરોપ લગાવ્યો હતો કે, જીએસપીસીના તેલ બ્લોક શોધમાં 20 હજાર કરોડનો ગોટાળો થયો છે. કેગના 2015 અને 2016ના બન્ને રિપોર્ટ જણાવે છે કે જીએસપીસીએ તેલ અને ગેસ ભંડારની શોધ માટે 15 બેન્કો પાસેથી 20 હજાર કરોડનું દેવુ લીધું હતું. પરંતુ કૃષ્ણા-ગોદાવરી બેસીનમાં તેલ કે ગેસ મળ્યા નથી. 2005માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેને લઈને ગુજરાતના નળમાં પાણીની જગ્યાએ તેલ નીકળવા જેવા મોટા મોટા દાવા કરી તેનું નામ પંડિત દિનદયાલ તેલ ગેસ ભંડાર રાખ્યું હતું. હવે 13 વર્ષ બાદ તેલ નીકળવાનું તો દૂર જીએસપીસી દેવાળિયા થવાની કગાર પર છે. જયરામ રમેશના જણાવ્યા અનુસાર જીએસપીસી વિરુદ્ધ બેન્કોની દેવાળિયા કાર્યવાહી થવી મોદી માટે કલંક હશે એટલા માટે કેન્દ્ર સરકાર આ પ્રક્રિયા રોકવાની ભરપૂર કોશિશ કરી રહી છે. તેમાં રિઝર્વ બેન્કની સ્વાયતત્તાની બલી ચડાવવાથી પણ સરકાર અચકાશે નહીં.

GSPC's highest debt is from SBI. According to RBI's notification, SBI should declare GSPC as bankrupt by 5PM today: Former Union Minister Jairam Ramesh in a press conference on the GSPC scam. https://t.co/AGcozFovkm

— Congress (@INCIndia) August 27, 2018

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર