જવાન પૌત્રના મોતના આધાતમાં દાદીને આવ્યો એટેક, દાદી-પૌત્રની એક સાથે અંતિમયાત્રા

બુધવાર, 4 મે 2022 (13:08 IST)
આજકાલના બદલતા જમાનામાં આપણે ટાઈમ નથી ના ટેગ હેઠળ ઘણા સંબંધોને દૂર કરતા થઈ ગયા છીએ. આજે આપણે આપણા માતા-પિતા કે બાળકોને જો ટાઈમ ન આપી શકતા હોય તો ભવિષ્યમાં બાળકો તમને ટાઈમ આપશે એવુ વિચારવાની ભૂલ બિલકુલ ન કરવી જોઈએ. પણ યાદ રાખજો સંબંધોને ટાઈમ આપવો ખૂબ જરૂરી છે કારણ કે હવે એવો ટાઈમ આવ્યો છે કે ખુશીઓ પાસે પણ વધારે ટાઈમ નથી.. આવો જ એક કિસ્સો આવો જ કઈક કહે છે 
 
પાટનગરમા રહેતા પરિવારે જુવાનજોધ દિકરો ગુમાવ્યાના થોડા જ કલાકોમા દાદીનુ અવસાન થયુ હતુ. મુંબઇમા નાના દિકરાના ઘરે રહેવા ગયેલી 72 વર્ષિય વૃદ્ધાને ગાંધીનગરમા રહેતા મોટા દિકરાના દિકરા અને દાદીના પૌત્રનુ અકસ્માતમા મોત થયુ હતુ. આ બનાવની જાણ મુંબઇમા કરવામા આવી હતી. જેને લઇને દાદી ગાંધીનગર આવ્યા હતા અને પૌત્રનુ મોઢુ જોયા બાદ એટેક આવતાં તેમનું અવસાન થયું હતુ.
 
શહેરમાં સેક્ટર 22 વાસ્તુ નિર્માણ સોસાયટીના પ્લોટ નંબર 747/5મા રહેતા કિશન ઓમકારભાઇ ખેરનારના 18 વર્ષિય દિકરા પૃથ્વીનુ ગઇકાલે ચ6 સર્કલ પાસે એક્ટીવા સ્લીપ ખાઇ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ તેનુ મોત થયુ હતુ. આ બનાવની જાણ પરિવારજનોએ તેમના સગા સબંધીઓને કરી હતી. જેમા મુંબઇમા રહેતા પૃથ્વીના કાકાને પણ કરવામા આવી હતી.
 
બે મહિના પહેલા ગાંધીનગરથી મુંબઇ નાના દિકરાના ઘરે રહેવા ગયેલા 72 વર્ષિય લીલાબેન ઓમકારભાઇ ખેરનારને પણ તેમના પૌત્રના અવસાનના સમાચાર આપ્યા હતા.જેને લઇને મૃતક પૃથ્વીના દાદી લીલાબેન નાના દિકરા સાથે ગાંધીનગર સવારે પહોંચ્યા હતા. પરિવાર શોકમગ્ન હતો અને દાદીનો લાડકો પૃથ્વી આ દુનિયા છોડી ગયો હતો. પોતાના પૌત્રનુ આ રીતે દાદીને ગમ્યુ ન હતુ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર