GPSCની પરીક્ષા સ્થગિત, ગ્રામપંચાયતની ચૂંટણીની પડી અસર

મંગળવાર, 23 નવેમ્બર 2021 (17:27 IST)
19 ડિસેમ્બરના રોજ યોજાવાની હતી પરીક્ષા, 26 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા પણ સ્થગિત, 19મી ડિસેમ્બરથી યોજાનારી પરીક્ષાઓ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ સાથે અથડાતી હોવાના કારણે બદલાઈ
 
ગાંધીનગરઃ જીપીએસસી કલાસ 1 અને 2 ની પ્રિલીમરી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 26 ડિસેમ્બરના રોજ યોજાનાર પ્રિલીમરી પરીક્ષા હવે 2 જાન્યુઆરી 2022 એ યોજાશે. ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને પરીક્ષાની તરીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 
 
 
ગ્રામ પંચાયતોની ચૂંટણીને પગલે હવે 19 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા ડાયરેક્ટ 26 ડિસેમ્બરના રોજ એટલે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી બાદ યોજાશે. હાલમાં તેને લઈને ગુજરાત જાહેર સેવા આયોગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જેમાં GPSC ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. 
 
રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 1 હજાર ગ્રામ પંચાયતમાં પેટાચૂંટણી યોજાશે. 19 ડીસેમ્બરે મતદાન, 21 ડિસેમ્બરે મતગણતરી થવાની છે ત્યારે GPSCની પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે.  22 જાન્યુઆરી 2022ના સુધી પરીક્ષાઓ મુલતવી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર