ગુજરાતમાં વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ખેડૂતોને હવે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

rushikesh patel
ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોને વધુ કલાક માટે વીજળી આપવા તથા નાગરિકો અને ખેડૂતોને નર્મદાનું પાણી આપવા નિર્ણય લેવાયો છે.
 
બુધવારે ગાંધીનગર ખાતે કૅબિનેટ બેઠક મળી હતી. ત્યાર પછી પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે.
 
આ વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે, જ્યારે અમુક વિસ્તારમાં વરસાદ ખેંચાઈ ગયો છે.
ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ ખેંચાઈ ગયો હોવાથી ખેડૂતોને વધારે કલાક વીજળી આપવા તથા નાગરિકો અને ખેડૂતોને નર્મદાનું પાણી આપવા નિર્ણય લેવાયો છે.
 
બુધવારે ગાંધીનગર ખાતે કૅબિનેટ બેઠક મળી હતી. ત્યાર પછી પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો આપવાનો નિર્ણય કરાયો છે.
 
આ વર્ષે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે, જ્યારે અમુક વિસ્તારમાં વરસાદ ખેંચાઈ ગયો છે.
 
ઋષિકેશ પટેલે જણાવ્યું કે સૌરાષ્ટ્રના કુલ 11 જિલ્લામાં આઠ કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે.
 
તેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર