આજથી ઠંડીનો પારો ઉંચકાશે, રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે

ગુરુવાર, 25 નવેમ્બર 2021 (12:20 IST)
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડી જાણે ગાયબ થઇ ગઇ હોય તેવુ લાગી રહ્યુ હતું, પરંતુ હવે એકવાર ફરી ઠંડીનો પારો ગગડ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આવનારા દિવસોમાં ઠંડીનું જોર વધશે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધ્યુ છે. જો કે હજુ પણ દિવસે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. પરંતુ રાત્રિ દરમિયાન પારો સતત ગગડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી એટલે કે ગુરુવારથી ઠંડીનો પારો ઉંચકાશે. જો કે તાજેતરમાં રાજ્યમાં લોકો બે ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
 
અમદાવાદ સહિત રાજ્યનાં પાટનગરનાં લોક પણ આ બે ઋતુનો અનુભવ કરી રહ્યુ છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી, વડોદરામાં વઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી, સુરતમાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયુ છે. ત્યારે રાજ્યમાં સૌથી ઠંડુ તાપમાન નલિયામાં નોંધાયુ છે. અહી લઘુત્તમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયુ છે. હાલમાં સ્થિતિ એવી છે કે, રાત્રિ દરમિયાન ઠંડીમાં વધારો થાય છે અને દિવસમાં ગરમીનો અહેસાસ થતો હોય છે.
 
છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં ફેરફાર થઇ રહ્યો છે. જેના કારણે લોકો બિમાર પણ પડી રહ્યા છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ઠંડી વધશે. રાજ્યનાં પાટનગરની વાત કરીએ તો અહી વહેલી સવારે ધુમ્મસ ભરેલુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.
 
રાજ્યનાં પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો અહી પણ વહેલી સવારનાં રોજ ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. અહી પણ ગાઢ ધુમ્મસનાં કારણે વહેલી સવારે નીકળતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર