ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં આરોપી પી.પી.પાન્ડેય હવે માનવ અધિકાર પંચના સભ્ય બન્યાં

સોમવાર, 12 જૂન 2017 (16:05 IST)
ઈશરત જહાં એન્કાઉર કેસમાં આરોપી એવા પાન્ડેય લાંબા સમય સુધી જેલવાસ ભોગવી ચૂક્યા છે. તેમને ગુજરાતના નિવૃત આઈપીએસ પી. પી. પાન્ડેયને ઈન્ચાર્જ ડીજીપીની પોસ્ટ પરથી રાતો રાતો રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર હવે સરકારના નજીકના ગણાતા પાન્ડેયને ફરીથી ગોઠવી આપવાની પેરવી કરવામાં આવી છે. તેમને હવે ગુજરાત માનવ અધિકાર પંચના સભ્ય તરીકે નિમણુંક આપવામાં આવી છે.  ઈશરત કેસમાં જેલમાંથી બહાર આવ્યા બાદ સરકારે તેમને ક્રિમ પોસ્ટીંગ આપતા એન્ટી કરપ્શનમાં ડિરેક્ટર બનાવાયા હતા.

ત્યાર બાદ તેઓને ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી તરીકે નિયુક્ત કરાયા હતા. સરકારની ગુડબુકમાં હોવાના કારણે નિવૃત્તિ બાદ તેમને એક્ટેશન મળ્યું હતું. તેમને ફરીથી ઈન્ચાર્જ ડીજીપી તરીકે ચાર્જ વધારવા માટેની સરકાર તૈયારી કરી રહી હતી ત્યારે  ગુજરાત અને મહારાષ્ટ્રના પૂર્વ ડીજીપી જુલીયન રીબેરોએ સુપ્રીમ કોર્ટમાં  અરજી કરી એન્કાઉન્ટર કેસના આરોપીને ડીજીપી બનાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે વલણને પાન્ડેયે જાતે જ રાજીનામુ આપી દીધી હતું. પાન્ડેય ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા ત્યારે ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઉપર ઈશરત સહીત ચાર વ્યક્તિઓની હત્યા કરાવવાનો આરોપ છે. 

વેબદુનિયા પર વાંચો