પૂર્વ DGP અને ભાજપના નેતા એ.આઈ. સૈયદનુ કોરોના વાઈરસને કારણે નિધન

બુધવાર, 24 જૂન 2020 (12:51 IST)
ગુજરાતના પૂર્વ DGP એ.આઈ સૈયદનું કોરોના વાઈરસના લીધે મોત નીપજ્યું છે. તેઓ વક્ફ બોર્ડના ચેરમેન પદે પણ સેવા આપી ચુક્યાં છે. તેઓ ભાજપમાં નેતા પણ રહ્યાં છે. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી કોરોના વાઈરસની સામે જંગ લડી રહ્યાં હતા. જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
 
અમદાવાદ શહેરમાં 22 જૂનની સાંજથી 23 જૂનની સાંજ સુધીમાં કોરોનાના 230 કેસ નોંધાયા છે અને શહેરમાં 13 તેમજ જિલ્લાના 2 મળીને કુલ 15 દર્દીના મોત થયા છે. તેમજ 381 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 19,381 કેસ નોંધાઈ ચૂક્યા છે જ્યારે મૃત્યુઆંક 1,363 થયો છે અને 14,394 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.
 
21 જૂને 300થી ઓછા 273 કેસ નોંધાયા બાદ આજે(23 જૂન) ફરીવાર 300થી ઓછા 230 કેસ નોંધાયા છે. જ્યારે 6 દિવસમાં ત્રીજી વખત 20 અથવા 20થી ઓછા મોત નોંધાયા છે, જેમાં 20 જૂને 16, 21 જૂને 20 અને 23 જૂને 15 મોત નોંધાયા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર