વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરોમાં ઘરે એકલા રહેતા હોય અને ટિફિન મંગાવી ભોજન કરતા હોય તેવા નિ:સહાય વૃદ્ધ વડિલોને અને નિરાધાર વ્યકિતઓને પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ઘરે બેઠા વિનામૂલ્યે ભોજન સેવા આ મહાનગરોના શહેરી સત્તાતંત્ર જે તે નગરોની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવશે. આ હેતુસર સંબંધિત આઠ મહાનગરોમાં સંપર્ક સૂત્ર અધિકારીઓની સંકલન અને ભોજન વ્યવસ્થા માટે નિયુકિત પણ કરવામાં આવી છે.
તદ્દઅનુસાર, અમદાવાદ-મહાનગરમાં પ્રશાંત પંડયા હેલ્પ લાઇન નંબર- ૧૫૫૩૦૩, સુરત- આર. સી. પટેલ–૯૮૨૪૩૪૫૫૬૦, વડોદરા-ક્રિષ્ણાબહેન સોલંકી–૦૨૬૫-૨૪૫૯૫૦૨ રાજકોટ- ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪, જામનગર- એ. કે. વસ્તાની ૦૨૮૮–૨૫૫૩૪૧૭, ભાવનગર- ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫ ગાંધીનગર– અમિત સિંઘાઇ ૯૯૦૯૯૫૪૭૦૯ અને જુનાગઢ- હિતેશ વામજા – ૯૮૯૮૧૪૬૮૬૫નો સંપર્ક સાધી શકાશે.