દેશમાં પહેલીવાર અમદાવાદમાં કોરોનાના નવા વેરિએન્ટ BF.7 નો પ્રથમ કેસ સામે આવ્યો

બુધવાર, 19 ઑક્ટોબર 2022 (17:34 IST)
ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના નવા અને અત્યંત ચેપી સબ-વેરિઅન્ટ BF.7નો પ્રથમ કેસ મળી આવ્યો છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા આ અંગે જાણવા મળ્યું છે. 'Omicron BF.7' એ Omicron વેરિયન્ટનું નવું સબ-વેરિયન્ટ છે. તે સૌ પ્રથમ ઉત્તર પશ્ચિમ ચીનના આંતરિક મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રમાં મળી આવ્યું હતું. તેને 'ઓમિક્રોન સ્પૉન' તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશની સ્થિતિને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી છે.
 
આ પ્રકારો ઘણા દેશોમાં નવા કોરોના કેસ વધવાનું કારણ બની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે દિવાળીના અવસર પર બજારોમાં વધતી ભીડ વચ્ચે આ વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે. ઘણા આરોગ્ય નિષ્ણાતોએ તેમની ચેતવણીઓ જારી કરીને લોકોને સાવચેત રહેવા, માસ્ક પહેરવા અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું કહ્યું છે. આગામી બે થી ત્રણ અઠવાડિયા નિર્ણાયક છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ કહ્યું છે કે કોવિડ-19 હજુ પણ સમાપ્ત નથી થયું. નવો પ્રકાર ખતરનાક પણ હોઈ શકે છે અને કોરોનાના કેસોમાં વધારો શક્ય છે, તેથી સાવચેત રહો. 
 
વિશ્વના વિવિધ ભાગોમાં નવા કેસ વધી રહ્યા છે, તેથી ભારતમાં પણ તકેદારી જરૂરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઘણી બાબતો પર ચર્ચા કરવામાં આવી છે અને વૈજ્ઞાનિકો, ડૉક્ટરો અને વરિષ્ઠ અધિકારીઓએ પણ કોરોના કેસોની દેખરેખ, પરીક્ષણ અને જીનોમ સિક્વન્સિંગ વધારવાની ભલામણ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર