અમદાવાદ ઇસરોમાં એકાએક આગ ભડકી, 20 થી વધુ ફાયર ફાયટર ઘટના સ્થળે

ગુરુવાર, 3 મે 2018 (16:04 IST)
અંતરિક્ષ ક્ષેત્રે મહત્વની કામગીરી કરતા અમદાવાદ સ્થિત ઇસરોમાં ગુરૂવારે બપોરે કોઇ કારણોસર એકાએક આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. આગને પગલે ફાયર ફાયટરની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો ચાલી રહ્યા છે.  અમદાવાદ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર સંકુલમાં આવેલા મશીનરી વિભાગમાં ગુરૂવારે બપોરે એકાએક આગ ભડકી ઉઠતાં દોડધામ મચી જવા પામી છે. આગને પગલે જાણ કરાતાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ચીફ ફાયર ઓફિસર એડી ચીફ ફાયર ઓફિસર સહિત 40 જેટલા ફાયર જવાનો 17 જેટલા ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આગ કયા કારણોસર લાગી એ હજુ સ્પષ્ટ નથી થઇ શક્યુ પરંતુ પ્રાથમિક તારણો મુજબ કેમિકલને પગલે આગ લાગ્યાનું જાણવા મળી રહ્યું છે. આગમાં કોઇ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર