આ કાર કિશન પટેલ નામનો એક વ્યક્તિ ચલાવતો હતો. પોલીસે જ્યારે કારને ડિટેઈન કરી ત્યારે કારમાં આગળ કે પાછળના ભાગમાં નંબર પ્લેટ ફિટ કરેલી ન હતી, જેના કારણે ટ્રાફિક નિયમનો ભંગ થતો હતો. પોલિસે જ્યારે કારચાલક પાસેથી કારના દસ્તાવેજો માગ્યા ત્યારે તેની પાસે કાયદેસરના દસ્તાવેજ પણ ન હતા. પોલીસની ફરિયાદ મુજબ આ કારના મુળ માલિકનું નામ રણજીત પ્રભાત દેસાઈ છે અને તેઓ ઘાટલોડિયાના પ્રભાત ચોક વિસ્તારમાં રહે છે.
અમદવાદમાં શહેર પોલીસ દ્વારા હાલમાં ટ્રાફિક ડ્રાઇવ ચલાવામાં આવી રહી છે. જેને લઇને ગત બુધવારના રોજ પોલીસ દ્વારા હેલ્મેટ સર્કલ પાસેથી 2 કરોડની પોર્શે 911 મોડેલની કાર ડિટેઇન કરાઇ હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલા આરટીઓ મેમો મુજબ બુધવારના રોજ બપોરે ડિટેઇન કરાયેલ કારમાં આગળ-પાછલ નંબર પ્લેટ નહોતી, તેમજ જરૂરી ડોક્યુમેન્ટ ન હોવાથી પોર્શે 911 મોડલની કારને ડિટેઇન કરવામાં આવી હતી.