ફિક્કી ફ્લો દ્વારા ફેસ ટુ ફેસ વીથ આઈપીએસ ઓફિસર અંતર્ગત ચર્ચા યોજાઈ

સોમવાર, 19 ઑગસ્ટ 2019 (12:18 IST)
ફિક્કી ફ્લો અમદાવાદ દ્વારા 17 મી ઓગસ્ટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ સાથે ચર્ચા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી એ.કે.સિંઘ- પોલીસ કમિશનર, અમદાવાદ, મનીષા લવ કુમાર- સરકારી કાર્યકર્તા અને સિનિયર એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ, વિના ગુપ્તા- અધ્યક્ષ, મહિલા સુરક્ષા, જોલી શાહ- ઇમર્જન્સી નિષ્ણાત, સંયુક્ત રાષ્ટ્ર પેનલિસ્ટ તરીકે જોડાયા હતા. આ કાર્યકમનું સંકનલ રૂપમ જૈન- બ્યુરો ચીફ, અફઘાનિસ્તાન, રોઇટર્સ દ્વારા કરવામાં આવ્યું હતું  પેનલિસ્ટ્સે જાતિય મુદ્દાઓ અને મહિલા સુરક્ષા વિશે વિવિધ દ્રષ્ટિકોણથી ચર્ચા કરી હતી. ફિક્કી ફ્લોના અધ્યક્ષ બબીતા જૈને તમામ પેનલના સભ્યોનું સ્વાગત અને સન્માન કર્યું હતું.

શ્રી અનુપ કુમાર સિંઘે મહિલાની કાર્યસ્થળમાં સલામતી, સમાજમાં મહિલાઓના ફાળો અને મહિલા સુરક્ષા મુદ્દે અમદાવાદ પોલીસ દળ દ્વારા લેવામાં આવતી પહેલ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે SHE ટીમ નામની પહેલ અમદાવાદ પોલીસ દ્વારા લેવામાં આવી છે જ્યાં મહિલા પોલીસ અધિકારીઓ 24x7 મહિલાઓ માટે શહેરના તમામ સંભવિત સ્થળોએ સલામતી સાથેના તેમના દૈનિક પ્રશ્નો માટે મદદ કરે છે. SHE નો અર્થ છે સેફ્ટી, હેલ્થ અને ઇક્વાલિટી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ એક એવા 11 શહેરોમાં એક બન્યું છે જેમને મહિલા સુરક્ષા સંબંધિત વધુ યોજનાઓના અમલીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ભંડોળ મળશે. 
હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ મનીષા લવ કુમારે કાયદાના પરિપ્રેક્ષ્ય સાથે તેના મંતવ્યો રજૂ કર્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે ભારતનું બંધારણ સમાનતા અને ન્યાયનો અધિકાર સૌને આપે છે  જે મહિલા અને પુરુષ બંને માટે છે.  પેનલિસ્ટ્સે મહિલા સલામતી યોજનાઓના ઉકેલો અને અમલીકરણ વિશે વાત કરી હતી જેમ કે 181 હેલ્પ લાઇન નંબર, ઓનલાઇન ટ્રેકિંગ, 40 મહિલા પોલીસ સ્ટેશન વગેરે. આ ઇવેન્ટમાં SHE ટીમમાંથી બે વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારી પણ આ ચર્ચામાં જોડાયા હતા. મદદનીશ પોલીસ કમિશનર દિવ્યા અને મિની જોસેફે મહિલા પોલીસ અધિકારી હોવાનો અનુભવ રજૂ કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું કે સમાજે સમાનતા અને નારીવાદ વિશે પોતાની વિચારધારા બદલવાની જરૂર છે.
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર