પોલીસ તરીકેની પ્રશંસનીય કામગીરી
આઈપીએસ ઓફિસર જસપાલસિંગ 1983માં વડોદરાના પોલીસ કમિશનર બન્યા હતા. તેઓ માત્ર 100 દિવસ માટે જ પોલીસ કમિશનર રહ્યા હતા. પરંતુ આ 100 દિવસમાં જ તેમણે બહુ જ લોકપ્રિયતા મેળવી લીધી હતી. તેમના કાર્યકાળમાં વડોદરામાં હિન્દુ-મુસ્લિમ તોફાનો થયા હતા. આ દરમિયાન વડોદરામાં નરસિંહજીનો વરઘોડો નીકળવાનો હતો. રાજ્ય સરકારે પણ વરઘોડો નહિ કાઢવા કહ્યું હતું. ત્યારે જસપાલસિંગની કડક નિગરાની હેઠળે વરઘોડો નીકળ્યો હતો, અને તેમાં કોઈ જ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. જેને પગલે જસપાલસિંગ લોકોમાં છવાઈ ગયા હતા. તેથી 100 દિવસમાં જ સરકારે તેમની બદલીના ઓર્ડર આપ્યા હતા અને વડોદરાવાસીઓએ તેનો વિરોધ કર્યો હતો. લોકોમાં હીરો બનેલા જસપાલસિંગે આખરે લોકચાહનામાં પોલીસ કમિશનર પદેથી રાજીનામું આપ્યું હતુ.