પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કહ્યુ કે હવે દુનિયાના ડઝનો દેશોમાં જે EV ચાલશે જેના પર મેડ ઈન ઈંડિયા લખ્યુ હશે. પીએમ મોદીએ મંગળવારે મારૂતિ સુઝુકીના ઈલેક્ટ્રિક વાહન (EV) પ્લાંટનુ ઉદ્દ્ઘાટન કર્યુ. તેમણે આ અવસર પર કહ્યુ કે ગણેશ ઉત્સવના આ ઉલ્લાસમાં આજે ભારતની મેક ઈન ઈંડિયા યાત્રામાં એક નવો અધ્યાય જોડાય રહ્યો છે. મેક ઈન ઈંડિયા, મેક ફૉર વર્લ્ડ અમારા એ લક્ષ્યની તરફ મોટી છલાંગ છે.
પીએમ મોદીએ કહ્યુ, આજથી ભારતમાં બનેલી ઈલેક્ટ્રિક વ્હીકલ્સ 100 દેશોને એક્સપોર્ટ કરવામાં આવશે. સાથે જ આજે હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોલ મૈન્યુફૈક્ચરિંગની પણ શરૂઆત થઈ રહી છે. આ દિવસ ભારત અને જાપાનની મિત્રતાનો પણ એક નવો આયામ આપી રહ્યો છે. હુ બધી દેશવાસીઓ, જાપાન અને સુઝુકી કંપનીને ખૂબ ખૂબ શુભેચ્છા આપુ છુ.
દેશના રાજ્યો માટે શુ બોલ્યા પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "આજે આખી દુનિયા ભારત તરફ જોઈ રહી છે. આવા સમયે, કોઈ પણ રાજ્ય પાછળ ન રહેવું જોઈએ. દરેક રાજ્યએ આ તકનો લાભ લેવો જોઈએ. ભારતમાં આવતા રોકાણકારોએ એટલું મૂંઝવણમાં ન રહેવું જોઈએ કે તેઓ વિચારે કે, શું હું આ રાજ્યમાં જાઉં કે તે રાજ્યમાં. હું બધા રાજ્યોને આમંત્રણ આપું છું, આવો, સુધારાઓ માટે સ્પર્ધા કરો, વિકાસ તરફી નીતિઓ માટે સ્પર્ધા કરો."
ભારતમાં લોકશાહીની શક્તિ છે - પ્રધાનમંત્રી મોદી
પીએમ મોદીએ કહ્યું, "ભારતમાં લોકશાહીની શક્તિ છે. ભારતમાં લોકશાહીનો ફાયદો છે. આપણી પાસે કુશળ કાર્યબળનો ખૂબ મોટો સમૂહ પણ છે, તેથી તે આપણા દરેક ભાગીદાર માટે જીત-જીતની પરિસ્થિતિ બનાવે છે. આજે સુઝુકી જાપાન ભારતમાં ઉત્પાદન કરી રહ્યું છે, અને અહીં બનેલા વાહનો જાપાનમાં પાછા નિકાસ કરવામાં આવી રહ્યા છે. આ માત્ર ભારત-જાપાન સંબંધોની મજબૂતાઈનું પ્રતીક નથી, પરંતુ ભારતમાં વૈશ્વિક વિશ્વાસને પણ પ્રતિબિંબિત કરે છે."