આઠમો પાટોત્સવ: અંબાજીમાં ગબ્બર ખાતે આવતીકાલે યોજાશે આઠમો પાટોત્સવ

સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (11:41 IST)
અંબાજી માં ગબ્બર ખાતે આવેલ શ્રી 51 શકિતપીઠ દર્શન પક્રિમાનો આઠમો પાટોત્સવ મહાસુદ ચૌદસના 15 ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે .જોકે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પાટોત્સવમાં ત્રીદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવા નક્કી કરાયુ હતુ. છેલ્લી ઘડીએ કોરોનાનુ સક્રમણ વધુ ન ફેલાય અને સરકારની એસઓપીનુ ઉલંઘલ ન થાય તેમાટે તમામ કાર્યક્રમો રદ્દ કરી એક દિવસના પાટોત્સવ નો કાર્યક્રમ પુર્ણ કરશે ને બાકીના તમામ કાર્યક્રમો રદ્દ રાખવામાં આવેલ છે.
 
આગામી 15 ફેબ્પુઆરી ના રોજ મુખ્યત્વે માતાજીની પાલખી યાત્રા સવારે 9.00 કલાકે ગબ્બર સર્કલથી પ્રારંભ કરીને સમગ્ર પરિક્રમા માર્ગમાં પરિભ્રમણ કરશે . આ યાત્રામાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ,સહિત યાત્રાળુઓ પણ જોડાશે . શક્તિપીઠના પાટોત્સવ નિમિત્તે સુધી ગબ્બર ટોચ , શકિતપીઠ મંદિરો માં ત્રણ જગ્યા એ ખાતે વિશિષ્ટ યજ્ઞ પણ કરવામાં આવશે ,ને વિધી વિધાન સાથે ધજાઆરોહણ પણ કરવામાં આવશે.
 
ગબ્બર પરિક્રમા કરવાથી તમામ 51 શકિતપીઠના એક સાથે ,એક જ સ્થળે દર્શનનો મહાલાભ મળે તેવા આશય થી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ ના વડાપ્રધાન મોદીનુ આ એક સ્વપ્ન હતુ ને જે સાર્થક બન્યુ છે ને આ આઠમો પાટોત્સવ સાદગી પુર્ણરીતે મનાવવા માં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર