આ અકસ્માત અંગે ડેપો મેનેજર ચુડાસમાએ વિગતો આપતા જણાવ્યું કે, આજે સવારે 7.30 કલાકની આસપાસ રોઝિત તરફથી એક લક્ઝરી બસ આવી રહી હતી. જે ઘણી જ સ્પીડમાં હતી. તેણે બોટાદ- અમદાવાદ એસટી બસને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં એસટી બસનાં ચાલકનું મોત નીપજ્યું છે. જેમાં કંડેક્ટર અને એક મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આ ઉપરાંત અન્ય 6 મુસાફરોને પણ નાની મોટી ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં રીફર કર્યાં છે.