મોરબીમા રાત્રે હુમલા દરમિયાન વફાદાર કૂતરાએ બચાવ્યો માલિકનો જીવ, જુઓ CCTV કેમેરામા કેદ Viral Video

શુક્રવાર, 18 એપ્રિલ 2025 (16:40 IST)
viral video morbi
Dog Viral Video: કૂતરા ફક્ત પાલતૂ જ નથી હોતા, તે તમારા સૌથી વિશ્વાસપાત્ર રક્ષક પણ હોય છે.  આ વાતનુ તાજુ ઉદાહરણ હાલ મોરબીમાં જોવા મળ્યુ છે.  જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોરબી જીલ્લામાં એક વફાદાર પાલતૂ કૂતરાએ પોતાના જીવ પર  રમીને માલિકનો જીવ બચાવી લીધો. 

 
મીડિયાના સમાચાર મુજબ ટંકારા તાલુકાના મિટાણા ગામમાં રહેનારા 30 વર્ષીય અમિતભાઈ રહીમભાઈ થેબા પર અડધી રાત્રે ત્રણ અજ્ઞાત હુમલાવરોએ હુમલો કરી દીધો હતો. પણ જેવા જ અમિતભાઈએ પોતાના ચોકમા બાંધેલો કૂતરો છૂટો કર્યો તેવો જ વફાદાર જાનવર ગભરાયા વગર હુમલાવરો તરફ દોડી પડ્યો. જેનાથી માલિકનો જીવ બચી ગયો.  
 
મોરબીમાં કૂતરાની વફાદારીની આ ઘટના 12 એપ્રિલ 2025ની રાત્રે લગભગ 2 વાગ્યાની બતાવાય રહી છે. જાણવા મળ્યુ છે કે અમિતભાઈ હકડિયા પીર દરગાહ પાસે આવેલ પોતાની વાડીમાં ખુલ્લા આંગણામાં સૂઈ રહ્યા હતા. રાત્રે હુમલાવરોએ દંડા અને લોખંડના રૉડથી તેમના માથા પર હુમલો કર્યો.  જેનાથી તે લોહીલુહાણ થઈ ગયા અને ત્યાથી ઉઠીને ભાગવા માંડ્યા. તે ભાગતા દિવાલ પાસે આવ્યા.. જ્યા પાલતૂ કૂતરો બાંધેલો હતો.  
 
કૂતરો હુમલાવરો પર ભસવા લાગ્યો, જેને કારણે કોઈ હુમલાવર તેમની પાસે આવીન શક્યો અને તક જોઈને અમિતભાઈએ કૂતરાને ખુલ્લો છોડ્યો. કૂતરાએ તરત જ હુમલાવરો પર ઝપટ્ટો માર્યો. ત્યારબાદ હુમલાવર ત્યાંથી ભાગી ગયા.  આખી ઘટના સીસીટીવી કેમરામા કેદ થઈ ગઈ છે અને હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઘાયલ અમિતભાઈને તરત જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ટંકારા પોલીસે ત્રણ અજ્ઞાત લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી લીધી છે અને તપાસ શરૂ કરી દીધી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર