મેડિકલ બિલના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ડોક્ટરોએ મનાવ્યો બ્લેક ડે
મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (14:11 IST)
દેશભરના ડોકટર્સ દ્વારા આજે મેડિકલ બિલના વિરોધમાં બ્લેક ડે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે એમસીઆઇને વિખેરવાના પ્રયાસોને લઇને ડોક્ટર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના 25000થી વધારે ડોકટર્સ આ વિરોધમાં જોડાયા છે.તેમજ મેડિકલ ક્ષેત્રના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ પણ આ વિરોધમાં જોડાયા છે.
મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને સ્થાને હવે નેશનલ મેડિકલ કમિશન લાવવા માટે કવાયત ધરાઇ છે. ત્યારે આ વિરોધના પગલે અમદાવાદ બ્રાન્ચે પણ ટેકો જાહેર કર્યો છે. તેમજ મુખ્ય મથકોના ડોક્ટર સવારના 6થી સાંજે 6 વાગ્યા સુધી કામથી દૂર રહેશે. તે ઇમરજન્સી સેવાઓ અને ક્રિટિકલ કેર ચાલુ રહેશે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં મેડિકલ ક્ષેત્રમાં ઘણા સુધારા કરવામાં અને રાહત આપવામાં આવી રહી છે. ત્યાં ડોક્ટર્સ દ્વારા આ રીતે હડતાળ પાડવામાં આવતાં લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.