કેન્દ્ર શાસિત ક્ષેત્રની દાદરા અને નગર હવેલીમાં મંગળવારની સાંજે દુધની જળાશયમાં 25 લોકોને લઈ જઈ રહેલી બોટ ઊંઘી વળી. આ દુર્ઘટનામાં ડૂબવાથી પાંચના મોત થઈ ગયા. બાકી લોકોને બચાવી લેવામાં આવ્યા. બધા લોકો એક રિસોર્ટ માલિકના સંબંધીઓ અને મિત્રો હતા. દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે જણાવ્યુ કે મહારાષ્ટ્રના સહેલાણીઓ ફરવા આવ્યા હતા અને ખાનવેલ ટાઉનના રિસોર્ટમાં ઉતર્યા હતા. આ રિસોર્ટના માલિકે તાજેતરમાં જ આ બોટ ખરીદી હતી. આ બોટની પ્રથમ સવારી માટે તેને પોતાના સંબંધીઓ અને મિત્રોને બોલાવ્યા હતા. બોટ માલિક સંબંધીઓ સાથે દૂધની ઝીલમાં ફરવા નીકળ્યા કે આ ડૂબી ગઈ અને પાંચ જીંદગીઓને તબાહ કરી ગઈ. દુર્ઘટનામાં બચાવેલ લોકોને સિલવાસાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
ક્ષમતા કરતા વધારે મુસાફરો બેશાડ્યા - સુત્રોના જણાવ્યા પ્રમાણે જે બોટમાં આ સહેલાણીઓ સવાર હતા તે બોટની કેપેસીટી 20ની હતી. છતા બોટમાં 24 જેટલા સહેલાણીઓને સમાવવામાં આવતા બોટ પલટી ગઇ હોવાનું અનુમાન છે. તરવૈયાઓ દ્વારા કેટલાક સહલાણીઓને નદીમાંથી બહાર કાંઢી ખાનવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હોવાનું જાણવા મળે છે જ્યારે કેટલાકને બચાવી લેવામાં આવ્યા છે.
દૂધની જળાશયનો વિસ્તાર ઘણો ઊંડો, સહેલાણીઓની ચીશોથી વાતાવણમાં ફેલાયો ગભરાટ દમણ ગંગા નદી પર બનેલા મધુબન ડેમ્પના ડુબાણવાળો ગણાતો એવો દુધની જળાશયનો વિસ્તાર ઘણો ઊંડો છે. પલટી જતા બોટમાં સવાર 31 સહેલાણીઓની ચિશોથી વાતાવરણમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ઘટનાને નજરે જોનારા દુધનીના સ્થાનિક તરવૈયાઓ તુરંત આ સહેલાણીઓને બચાવવા નદીમાં કુદી પડ્યા હતા.