Cyclone Alert : 100 કિલોમીટરની પવન, ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલની ભયાનક આગાહી

શુક્રવાર, 23 મે 2025 (07:25 IST)
દક્ષિણ કોંકણ-ગોવા નજીક પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. આગામી 36 કલાક દરમિયાન તે ઉત્તર તરફ આગળ વધવાની અને ડિપ્રેશનમાં તીવ્ર બનવાની સંભાવના છે. આ પછી, તે વધુ તીવ્ર બનવાની અપેક્ષા છે. નીચા દબાણવાળા ક્ષેત્ર સાથે સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે ઉત્તર તેલંગાણા સુધી એક ટ્રફ લાઇન રચાય છે. હવાનું ચક્રવાતી પરિભ્રમણ પંજાબ અને તેની આસપાસના વિસ્તારો પર છે અને બીજી ટ્રફ લાઇન દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર છે. ઉત્તરપૂર્વ આસામ પર ચક્રવાતી પરિભ્રમણ ચાલુ છે.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાનું સંકટ ઘેરાઈ રહ્યું છે. ત્યારે અંબાલાલ પટેલ મહત્વની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, '22થી 25 મે દરમિયાન વાવાઝોડું બનવાની શક્યતા છે જેના પગલે સમુદ્રમાં 100 કિલોમીટરની પવનની ગતિ જોવા મળશે'

હાલ આ સિસ્ટમ કોકણ અને ગોવાના દરિયાકાંઠા પાસે છે આગામી 36 કલાકની આસપાસ કે તેના કરતાં પહેલાં તે હજી મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.
 
વાવાઝોડું બનતા પહેલાં આ સિસ્ટમને વધારે મજબૂત બનવું પડે તે માટે દરિયાના પાણીમાં લાંબો સમય સુધી રહેવું જરૂરી છે. જેથી તેને તાકાત મળતી રહે.
 
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ ખૂબ વધારે મજબૂત બનીને વાવાઝોડું બને તેવી શક્યતા ઓછી છે કારણ કે તેની એક સાઇડ જમીન પર અને એક સાઇડ દરિયા પર રહે તેવી સંભાવના છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર