10 વર્ષ નાના યુવક સાથે 3 મહિના સુધી કરી કામલીલા પછી પતિને કહ્યું કે...

શુક્રવાર, 2 એપ્રિલ 2021 (08:55 IST)
પતિ-પત્નીના સંબંધોના કારણે ઘણીવાર ઝઘડા થાય છે. જેના લીધે ઘણીવાર કેસ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી જાય છે. અમદાવાદના ચાંદખેડામાં રહેતી એક મહિલાએ પોતાના પતિને કહ્યું કે હવે તારી સાથે રહેવું નથી. તે તેના પડોશી સાથે પ્રેમ કરે છે. જેના લીધે પતિ અને પત્નીના પ્રેમ વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા પ્રકાશ (નામ બદલેલ છે) જે પેટિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રવિવારે જ્યારે રાકેશ પોતાના પરિવાર સાથે ઘરે હતો ત્યારે તેની પત્ની ઉર્વશી (નામ બદલેલ છે)એ તેને ફોન કરીને જણાવ્યું કે હવે તે તેની સાથે રહેવા માંગતી નથી. તે ગત ત્રણ મહિનાથી તેની સામે રહેનાર મહેશ (નામ બદલેલ છે) ને પ્રેમ કરે છે. બસ આટલું કહીને તેણે મહેશને ફોન કરીને પોતાના પતિને ફોન આપી દીધો.  
 
થોડાવાર પછી જ્યારે પ્રકાશ અને તેના પિતા ઘરની બાલ્કનીમાં ઉભા હતા. ત્યારે ઉર્વશીનો પ્રેમી છરી લઇને ત્યાં પહોંચ્યો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે પ્રકાશ પર હુમલો કરી દીધો. તેમજ પ્રેમિકાના પતિને પગના ભાગે છરીના ઘા મારી દીધા હતા. જોકે, આસપાસના લોકો ભેગા થઈ જતા બંનેને છોડાવ્યા હતા. આ ઘટના પછી પતિએ પત્નીના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 
 
આ અંગે પ્રેમીને જાણ થતાં તેણે પણ પ્રેમિકાના પતિ અને તેના પિતા સામે ક્રોસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિવારે રાતે પોતે ઘરે હતો, ત્યારે પાડોશી યુવકે તેને ફોન કરીને મારી પત્ની સાથે કેમ વાત કરે છે, તેમ કહી વાત કરવા માટે ઘરે બોલાવ્યો હતો. જેથી તે ઘરે જતાં યુવક અને તેના પિતાએ ઝઘડો કરી મારી પત્ની સાથે વાત કરીશ તો મારી નાંખીશ તેવી ધમકી આપી ઢોર માર માર્યો હતો. આ અંગે સામસામી ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર