ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે તે અંગે જુદી જુદી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન નિષ્ણાતોએ દાવો કર્યો છે, જેના મુજબ ભારતમાં કોવિડ-19 ની ત્રીજી લહેર ઓક્ટોબર-નવેમ્બરની વચ્ચે આવી શકે છે. જો કે, તેની તીવ્રતા બીજા લહેર કરતા ઘણી ઓછી હશે. રોગચાળાના ગાણિતિક મોડેલિંગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકે સોમવારે આ વાત કરી હતી. આઈઆઈટી-કાનપુરના વૈજ્ઞાનિક મનીન્દ્ર અગ્રવાલે કહ્યું કે જો કોઈ નવું સ્વરૂપ ન આવે તો પરિસ્થિતિ બદલાવાની શક્યતા નથી. તેઓ ત્રણ સભ્યોની વિશેષજ્ઞ ટીમનો ભાગ છે જેમને સંક્રમણમાં વધારાના અનુમાન લગાવવાનુ કામ સોંપવામાં આવ્યું છે.
જો ત્રીજી લહેર આવે છે તો દેશમાં દરરોજ એક લાખ કેસ નોંધાશે, જ્યારે કે મે મહિનામાં બીજા લહેરની ચરમ દરમિયાન દરરોજ ચાર લાખ કેસ નોંધાયા હતા. બીજી લહેરમાં હજારો લોકો મૃત્યુ પામ્યા અને અનેક લાખ લોકો સંક્રમિત થઈ ગયા હતા.