ગુજરાતમાં 2 વર્ષની બાળકીમાં જોવા મળ્યા કોરોનાના લક્ષણ, જાણો રાજ્યમાં કેટલા કેસ

બુધવાર, 21 મે 2025 (09:27 IST)
Gujarat News: દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રની સાથે ગુજરાતમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. મંગળવારે, 2 વર્ષની બાળકીમાં કોવિડના લક્ષણો જોવા મળ્યા બાદ ગુજરાતમાં હંગામો મચી ગયો હતો. પરિવારે છોકરીને હોસ્પિટલમાં દાખલ કરી છે, જ્યાં ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.
 
આ સ્થાન પર આવ્યા સૌથી વધુ કેસ 
રાજ્યના અમદાવાદમાં કોરોનાના 7 કેસ નોંધાયા. આ સાતેય દર્દીઓ ઘરે જ એકાંતમાં સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત, વટવા અને ભોપાલમાં 15 વર્ષના સગીરમાં કોવિડના લક્ષણો જોવા મળ્યા છે. આ ઉપરાંત, નારોલમાં 28 વર્ષીય યુવક, દાણીલીમડામાં 72 વર્ષીય વૃદ્ધ મહિલા, બહેરામપુરામાં 30 વર્ષીય પુરુષ અને નવરંગપુરામાં 54 વર્ષીય પુરુષમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. વર્ષ 2020 થી, રાજ્યમાં 12 લાખથી વધુ કોવિડ-19 કેસ નોંધાયા છે અને કોરોના ચેપને કારણે 11,101 મૃત્યુ થયા છે.
 
એશિયામાં ફરી જોવા મળી કોરોનાની અસર 
ત્રણ વર્ષ પછી, ફરી એકવાર એશિયાના કેટલાક ભાગોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાતો જોવા મળી રહ્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, હોંગકોંગ અને સિંગાપોરમાં ચેપના કેસોમાં વધારો થયો છે. હોંગકોંગના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન ખાતે ચેપી રોગ શાખાના વડા આલ્બર્ટ ઓઉએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે વાયરસની પ્રવૃત્તિ ખૂબ જ વધારે છે. સિંગાપોરમાં પણ કોરોનાના કેસોમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. 27 એપ્રિલથી 3 મે દરમિયાન, કેસોની સંખ્યા વધીને 14,200 થઈ ગઈ, જે પાછલા અઠવાડિયાના 11,100 કેસ કરતા ઘણી વધારે છે. એટલું જ નહીં, ગંભીર કેસ અને મૃત્યુની સંખ્યા પણ વધીને 31 થઈ ગઈ છે, જે છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ છે.
 
હેલ્થ ડીપાર્ટમેન્ટની ચેતવણી 
આરોગ્ય વિભાગે લોકોને સાવધ રહેવા અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે. નિષ્ણાતો માને છે કે ચેપની આ લહેર ભલે નાની હોય, પણ બેદરકારી રાખવી મોંઘી સાબિત થઈ શકે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર