આઇએએસ અધિકારી હાર્દિક સતીશચંદ્ર શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જાણકારી મંત્રાલયના એક આદેશ દ્વારા મળી છે. ગુજરાત કેડેરના 2010 બેંચના આઇએએસ અધિકારી હાર્દિક સતીશચંદ્ર શાહ હાલમાં પીએમઓમાં ઉપ સચિવ તરીકે કાર્યરત છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે હાર્દિક સતીશચંદ્ર શાહને કો-ટર્મિનસના આધારે વડાપ્રધાનના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
હાર્દિક સતીશચંદ્ર શાહ પહેલાં વડાપ્રધાન મોદીના અંગત સચિવ રાજીવ ટોપનો હતા. રાજીવ ટોપનો 1996 બેંચના આઇએએસ અધિકારી છે અને ગત જૂન મહિનામાં તેમને વર્લ્ડ બેંકમાં એક્ઝૂકેટિવ ડાયરેક્ટર તરીકે એપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. રાજીવ ટોપનો પીએમઓમાં લગભગ 11 વર્ષ સુધી રહ્યા. તે વર્ષ 2009માં પીએમઓમાં આવ્યા હતા. પહેલાં તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે કામ કર્યું હતું. પછી જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તો તેમણે રાજીવ ટોપનોને પોતાના અંગત સચિવ બનાવ્યા