હોમ કોરોન્ટાઇન પરિવારો પર હવે પોલીસ નજર રાખી રહી છે

શનિવાર, 28 માર્ચ 2020 (16:28 IST)
રાજ્યમાં વિદેશથી આવેલા ૨૭ હજારથી વધારે લોકોમાંથી મોટાભાગના લોકોને ઘર અને હોસ્પિટલોમાં કોરોનાન્ટાઇન કરવામાં આવ્યા છે, સરકારી કોરોન્ટાઇનમાં કરતા માં રખાયેલાં શંકાસ્પદ દર્દીઓ પર પહેરો રાખવામાં આવી રહ્યો છે પરંતુ જે લોકોને તેમના ઘર પર જ હોમ કોરોનેટાઇન રાખવામાં આવ્યાં છે તેમના પર પહેરેદારી ન હોવાથી બહાર નિકળે છે. જેને કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધી જવાની ભીતિ ને પગલે હવેથી આવાં હોમ કોરોન્ટાઇન પરિવારો પર પણ પહેરો ગોઠવામાં આવી રહ્યો છે. રાજકોટમાં આ માટે ખાસ ટીમની કરવામાં આવી છે. પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં હોમ ક્વોરોન્ટાઇન છે ત્યાં હવે પોલીસ પણ દિવસમાં ચેકિંગ કરશે કે ઘરમાં રહે છે કે નહીં અને જો ઘરની બહાર નીકળે તો કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપી છે. જાહેરનામા ભંગના ૨૫૦ ગુના થયા છે અને ક્વોરોન્ટાઇન ભંગના ૨૩૬ ગુના નોંધાયા છે.લોકડાઉનમાં લોકોને સમજાવીએ છીએ, જ્યાં લોકો નહીં સમજે ત્યાં કાયદાનો ઉપયોગ કરવો પડશે.રાજકોટ શહેરમાં ૫૧૫ જેટલા લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. આ તમામ લોકો માટે ૧૦૦ જેટલા સરકારી કર્મીઓની ટીમ બનાવી છે. આ ટીમ કોઈ હોમ ક્વોરન્ટીનનો નિયમ ન તોડો તો તેમની સામે ગૂનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર