મુખ્યમંત્રીશ્રીએ આ કેમ્પસમાં આવેલા વર્ષો પૂરાણા શ્રી બાલાજી હનુમાન મંદિરની જમીન પર પણ બગીચા, ગેટ વગેરે વિકાસ કામો માટેની સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની લાગણીનો સાનૂકુળ પ્રતિસાદ આપી આ કામો માટે પણ અનૂમતિ આપી છે શ્રી કરણસિંહજી હાઇસ્કૂલ અને બાઇ સાહેબ બા હાઇસ્કૂલના PPP ધોરણે નવિનીકરણ થવાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે અને મેદાન સહિતની સુવિધા પણ વધુ વ્યાપક બનશે.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મહેસૂલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, NHMના એમ.ડી. સુશ્રી રેમ્યા મોહન, રાજકોટ જિલ્લા કલેકટર, મ્યુનિસીપલ કમિશનર તેમજ રાજકોટના અગ્રણીઓ શ્રી નીતિન ભારદ્વાજ, માધાંતાસિંહ અને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો પણ જોડાયા હતા.