રાજ્યમાં ધીમે ધીમે કોરોના કાબુમાં - આજે 11 જિલ્લામાં એકપણ કેસ નહી, નવા 247 કેસ નોંધાયા

સોમવાર, 15 ફેબ્રુઆરી 2021 (12:02 IST)
રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં દિવાળી બાદ લગાવવામાં આવેલા રાત્રિ કરર્ફ્યું બાદ કોરોનાના કેસ કંટ્રોલમાં છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 600થી નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા 247 કોરોના દર્દી નોંધાયા હતા. 
 
રાજ્યમાં 270 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,59,104 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. આજે એક દિવસમાં 317 કેન્દ્રો પર 6,983 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. આ પ્રકારે કુલ 7,91,602 વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 97.69 ટકા થઇ ચુક્યો છે.
 
જો કે બીજી તરફ રાજ્યમાં આજે અમરેલી, બોટાદ, ડાંગ, જામનગર, મહીસાગર, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડ એમ કુલ 11 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,739 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 26 છે. જ્યારે 1,713 લોકો સ્ટેબલ છે. 2,59,104 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4401 લોકોનાં મોત નિપજ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર