ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી દીધી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અધધધ રેકોર્ડ 6097 કેસ સામે આવ્યા છે. આજે બે વ્યક્તિઓના મોત થયા છે. કોરોનાની સારવાર બાદ 1539 લોકો સાજા થયા છે. રાજ્યમાં ઓમિક્રોનના 28 કેસ નોંધાયા છે. ગુજરાતના 31 જિલ્લામાંથી કોરોનાના કેસ સામે આવ્યા છે. નવા કેસ સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોનો આંકડો 8 લાખ 68 હજાર 301 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 25 હજાર 702 લોકો સાજા થયા છે. તો કોરોનાને લીધે 10130 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં ઓમિક્રોનનો એકપણ કેસ નહી
કોરોના સાથે રાજ્યમાં ઓમિક્રોનના 22 કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 5, આણંદમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 9, કચ્છમાં 2, ગાંધીનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 2 એમ કુલ 28 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. એમ કુલ 264 કેસ અત્યાર સુધી નોંધાયા છે. જ્યારે 223 લોકો સાજા થઇને ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 32469 થઈ ગઈ છે. જેમાં 29 દર્દી વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 825702 લોકો સાજા થઈ ચુક્યા છે. જ્યારે કોરોનાને લીધે 10130 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 3,82,777 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 9 કરોડ 35 લાખ 01 હજાર 94 વેક્સીનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. ગુજરાતના રિકવરી રેટ 95.09 ટકા થઈ ગયો છે.