નૉન-વેજની લારી સામેના ઝુંબેશ મુદ્દે ભાજપમાં જ વિરોધાભાસ?

મંગળવાર, 16 નવેમ્બર 2021 (15:37 IST)
રાજકોટ, ભાવનગર, વડોદરા અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જાહેરમાર્ગો પર નૉન-વેજની લારીઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભાજપના સ્થાનિક નેતાઓ આ અંગે જાહેરમાં નિવેદનો કરી પણ ચૂક્યાં છે.
 
જોકે, ગુજરાતના મુખ્ય મંત્રી તથા ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના નેતાઓ આ અંગે વિરોધાભાસી મત વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે આ મુદ્દે પાર્ટીની અંદર પ્રવર્તી રહેલો વિરોધાભાસ બહાર આવ્યો છે.
 
રાજકોટ, ભાવનગર, વડોદરા અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જાહેરમાર્ગો પર નૉન-વેજની લારીઓ સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે- 
 
ગુજરાતની તમામ આઠ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર ભાજપનું શાસન છે, ત્યારે પાર્ટીનો આંતિરક વિખવાદ પણ તેને અસર કરી શકે છે.
 
બીજી બાજુ, કૉંગ્રેસનો આરોપ છે કે ભાજપ દ્વારા સરકારની નિષ્ફળતાઓ પરથી ધ્યાન હઠાવવા માટે આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં આ પ્રકારના સંવેદનશીલ મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે.

તેમણે આરોપ મૂક્યો હતો કે રાજ્ય સરકાર કોરોના, મોંઘવારી તથા બેકારી મુદ્દે નિષ્ફળ રહી હોવાથી મુખ્ય મંત્રી અને સમગ્ર પ્રધાનમંડળ બદલવા પડ્યા. છતાં લોકોનો આક્રોશ શાંત ન થતાં લોકોની ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર