વડોદરામાં MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થિનીએ નમાઝ પઢતા વિવાદ

સોમવાર, 16 જાન્યુઆરી 2023 (12:38 IST)
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પરિસરમાં આવેલી સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક યુવક અને યુવતી દ્વારા નમાઝ પઢવામાં આવતી હોવાનો વીડિયો વાઇરલ થતાં હડકંપ મચી ગયો હતો, જેને પગલે વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી કાર્તિક જોષીએ યુનિવર્સિટી સત્તાધીશો પાસે તપાસની માગણી કરી હતી. હવે ફરીવાર એમ.એસ.યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની નમાઝ પઢતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના શુક્રવારની હોવાનું અને સાયન્સ ફેકલ્ટીના બૉટની ડિપાર્ટમેન્ટમાં બની હોવાનું સામે આવ્યું છે.
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત શુક્રવારે યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બૉટની ડિપાર્ટમેન્ટમાં એક મુસ્લિમ વિદ્યાર્થીનીએ લોબીમાં નમાઝ પઢી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા પતંગોત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન બૉટની ડિપાર્ટમેન્ટમાં બીજા માળે ક્લાસરૂમની બહાર ગેલેરીમાં બપોરના સમયે એક વિદ્યાર્થીનીએ નમાઝ પઢી હતી. આ દરમિયાન તેની આજુબાજુમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. 
 
યુનિવર્સિટીના પરિસરમાં આવેલી સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક યુવક અને યુવતી દ્વારા નમાઝ પઢવામાં આવતી હોવાનો વીડિયો વાઇરલ થતાં હડકંપ મચી ગયો હતો, જેને પગલે વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી કાર્તિક જોષીએ યુનિવર્સિટી સત્તાધીશો પાસે તપાસની માગણી કરી હતી.વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં વિવાદાસ્પદ ચિત્રોને લઈને સતત વિવાદોમાં રહી છે, ત્યારે આ વખતે નમાઝના વીડિયોને લઈને વિવાદમાં આવી છે, ત્યારે આ વિવાદ આવનારા દિવસોમાં વકરે એવી શક્યતા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર