વરાછામાં મહિલા પોલીસ કર્મી અને મંત્રી કાનાણીના પુત્ર વચ્ચે ઘર્ષણ, પોલીસ કર્મીનું રાજીનામું

શનિવાર, 11 જુલાઈ 2020 (16:17 IST)
સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાણાનીના પુત્રનો વિવાદ સામે આવ્યો છે. એક મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યાનો આરોપ મંત્રીના પુત્ર પર લાગ્યો છે. મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં મંત્રી કુમાર કાણાનીના પુત્ર પ્રકાશ કાણાનીએ મહિલા કોન્સ્ટેબલને કહ્યું કે, 365 દિવસ ડ્યુટીમા ઉભી રાખવીશ. ત્યારે હાલ આ ઓડિયો ક્લિપ સુરતમાં ચર્ચાના ચગડોળે ચઢી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,  ગઈકાલે શુક્રવારે પ્રકાશ કાણાનીના મિત્રો ફોર વ્હીલ કારમાં રાત્રે 10.30 કલાકે જઈ રહ્યા હતા. કરફ્યૂ લાગ્યો હોવા છતા ગાડીમાં પાંચ લોકો જઈ રહ્યા હતા. આવામાં કોન્સ્ટેબલ સુનિતા યાદવે તેમને રોક્યા હતા. ત્યારે મિત્રોએ પ્રકાશ કાનાણીને બોલાવ્યો હતો. પ્રકાશ કાનાણી અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે વચ્ચે જીભાજોડી થઈ હતી. બંને વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો બહાર આવ્યો છે. જેમાં મહિલા કોન્સ્ટેબલ કહી રહી છે કે, પોલીસની વર્દીમાં બહુ પાવર છે. વડાપ્રધાન મોદીને ઉભા રાખવાની ત્રેવડ છે મારામાં. તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દેજો, ડીજી પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની ત્રેવડ છે મારી. મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. મંત્રીનો દીકરો છે તો શું થયું. તો બીજી તરફ, વિવાદ સળગતા પીઆઈએ મહિલા કોન્સ્ટેબલને ફરજ પૂરી થઈ કહીને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું. ત્યારે મહિલા કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કરાયા હોવાનો આરોપ ઉઠ્યો છે. મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર