ભાજપ ચેહરો નહી ચરિત્ર બદલે, ભાજપાની અંદરોઅંદર ખેંચતાણને લઈને કોંગ્રેસની સલાહ

બુધવાર, 15 સપ્ટેમ્બર 2021 (18:12 IST)
આજે ગુજરાતના રાજકારણમા ત્યારે ભૂકંપ આવી ગયો જ્યારે અચાનક જ  મંત્રી મંડળ શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરી દેવાયો.  15 સપ્ટેમ્બરના રોજ 4.20 કલાકે નો રિપિટેશનના નિર્ણય આધારે મંત્રીઓનો શપથ કાર્યક્રમ યોજાવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ શપથ ગ્રહણ પર ગ્રહણ લાગતાં ગુરુવારે એટલે કે આવતીકાલે શપથવિધિનો કાર્યક્રમ યોજાશે, જૂના મંત્રીઓને નવા મંત્રી મંડળમાં સ્થાન નહીં મળે. પોલીસને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ ગઈ છે. આ અંગે ચીફ મિનિસ્ટરની ઓફિસ દ્વારા ઑફિસયલ ટ્વીટ કરીને કરી જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે મંત્રીમંડળનો શપથ સમારોહ આવતીકાલે 1.30 વાગે યોજાશે
 
મનીષ દોશીએ આ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ અને સી આર પાટીલ વચ્ચે સાનીમાની ખેંચતાણ ચાલી રહી હોવાનો દાવો કર્યો છે. વધુમાં તેમણે ભાજપના શિસ્ત પર સવાલ કરતાં કહ્યું હતું કે કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં ખુલ્લેઆમ શિસ્તના ચીથરાં ઉડી રહ્યા છે સેવાની માત્ર વાતો કરતી ભાજપ સત્તામાં બેસવા ગમે તે હદે જઈ શકે છે તેમણે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બદલાવાના ભાજપના ફેસલાને આડેહાથ લીધો હતો અને કહ્યું હતું કે ભાજપ સત્તા લાલચુ છે ભાજપે ચહેરો નહીં ચરિત્ર બદલવાની જરૂર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર