જાણિતા ગુજરાતી કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાની આ હરકતે ધાર્મિક ભાવના પહોંચાડી ઠેસ, ફરિયાદ દાખલ

બુધવાર, 2 ડિસેમ્બર 2020 (12:24 IST)
ગુજરાતી નાટકના જાણિતા કલાકાર અને અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા વિરૂદ્ધ ગાયત્રી મંત્રના અપમાન બદલ નંદુરબારમાં હિન્દુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે. લગભગ 8 વર્ષ પહેલાં રિલીઝ થયેલા અને સુપરહિટ થયેલા ગુજરાતી નાટક 'ગુજ્જુભાઈની ગોલમાલ'ના એક માં ગુજ્જુભાઇ ઘરમાં દારૂ પીતા હોય ત્યારે પત્ની પૂજાપાઠ કરતી હોય એટલે પોતાની દારૂની લતની ખબર ન પડે એ માટે તે મંત્રજાપ સમયે બાજુમાં મુકેલા તાંબાના કળશમાં શરાબની બોટલ ખાલી કરીને પત્ની સાથે ગાયત્રી મંત્ર બોલતી વખતે એ મંત્રમાં ભૂર્ભૂવઃ સ્વઃ ને બદલે ‘ભરવા દે’ એ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. આ સીનની વિડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જબરદસ્ત વિવાદ થયો હતો. જે બાદ હવે ફરિયાદ પણ નોંધાઇ છે.
 
ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગુજરાતી નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયાનો કોમેડી શો ગજ્જુભાઈ ગોલમાલ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તેનો એક ટુકડો યુટ્યૂબ પર પણ પ્રસારિત થાય છે. એક દૃશ્યમાં હિરોઇનને આંખો બંધ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરતી બતાવવામાં આવી છે.  પત્ની પૂજાપાઠ કરતી હોય એટલે પોતાની દારૂની લતની ખબર ન પડે એ માટે તે મંત્રજાપ સમયે પાસે પડેલા તાંબાના કળશમાં શરાબની બોટલ ખાલી કરીને પત્ની સાથે ગાયત્રી મંત્ર બોલતી વખતે એ મંત્રમાં ભૂર્ભૂવઃ સ્વઃ ને બદલે ‘ભરવા દે’ એ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. 
 
હકીકતમાં ગાયત્રી મંત્ર એ એક વેદ મંત્ર છે અને દરેક ધાર્મિક વિધિમાં એનો પાઠ કરવામાં આવે છે. વિકૃતિ દ્વારા હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી, તેથી તાત્કાલિક કેસ નોંધવા જોઈએ અને તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડક સજા થવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર