Weather updates- સમગ્ર ગુજરાતમાં કડકડતી ઠંડીએ ભરડો લીધો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ ઉપરાંત ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે.
આ ઠંડીના કારણે લોકોનું રોજીંદું જીવન ભારે પ્રભાવિત થઈ રહ્યું છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીએ પહોંચી ગયું છે. આ સાથે જ નલિયા અને રાજકોટનું તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું મોજું યથાવત રહેવાની શક્યતા છે.
શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 3.4 ડિગ્રી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 8:30 વાગ્યા પહેલાના 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડીનું મોજું પ્રવર્તી રહ્યું હતું.