ગુજરાતમાં ફરીવાર ઠંડીનો ચમકારો શરૂ, નલિયામાં 7 ડિગ્રી

સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (15:26 IST)
અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો અકબંધ જ રહ્યો છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કેટલાક રાજ્યોમાં હિમવર્ષાના કારણે સ્થિતિમાં ફેરફાર જોવામાં આવ્યા બાદ ગુજરાત ફરી ધ્રુજી ઉઠ્યું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. મધ્ય પાકિસ્તાન ઉપર સર્જાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યભરમાં હવામાનમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત ઉત્તર ભારતાના જમ્મુ કાશ્મીરના ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પારો ખુબ જ નીચે પહોંચી ગયો છે. નલિયામાં લઘુત્તમ તાપમાનમાં સાત ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે, જ્યારે અમદાવાદ રાજ્યમાં ૧૬.૩ પારો પહોંચ્યો છે. અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૭.૨ની સામે આજે રવિવારે ઘટીને ૧૬.૩ ડિગ્રી થઇ ગયું હતું. કચ્છ માંડવીમાં પારો ૮.૫ સુધી નીચે પહોંચ્યો હતો. કંડલા એરપોર્ટ ખાતે પણ ૧૦.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ માવઠું થયું હોવાની માહિતી મળી હતી.  બે-ત્રણ દિવસ અગાઉ રાજ્યભરમાં ઉનાળાના ગરમીનો અનુભવ થતો હતો. ઘરે ઘરે પંખા ચાલુ કરતાં હતાં. ત્યારે બે દિવસથી અચાનક જ વાતાવરણમાં ફેરફાર થતાં જ ગુજરાત આખું ધ્રુજી ગયું છે

વેબદુનિયા પર વાંચો