શનિવારે મધરાત્રે સેન્ટ્રલ ઇનપુટ આધારે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ, પોરબંદર પોલીસ, આઇસીજી, નેવી સહિતની એજન્સીઓ વોચમાં હતી. દરમિયાનમાં દરિયામાં અન્ય જહાજની રાહ જોઇ રહેલું એમ વી હેન્રી નામની ટગ બોટને ચારે તરફથી ગેરી લેવામાં આવી હતી. તેના પર તમામ ટીમોએ જઇને ક્રુ મેમ્બરને પકડી અટકાયત કરી બોટની તલાશી લેતા તેમાંથી ૧૫૦૦ કિલો જેટલુ હેરોઇન મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. બોટ પરથી આશરે ૩૫૦૦ કરોડનુ ૧૫૦૦ કિલો હેરોઇન કબ્જે કરવામાં આવ્યુ હતુ. એટીએસના એસપી હિમાંશુ શુકાલાએ જણાવ્યુહતુ કે, સેન્ટ્રલથી ઇનપુટ મળતા ડીવાયએસપી કે.કે.પટેલ સહિતની ટીમ પોરબંધરમાં ધામા નાખ્યા હતા.એટીએસના અધિકારીઓ સહિત એજન્સીઓએ બોટમાંથી પકડાયેલા શખસોની પુછપરછ કરતા અનેક ચોકાવનારી વિગોત ખુલવા પામી છે.