આણંદમાં સવારે 7 પહેલા અને રાત્રે 8 પછી કોચિંગ કલાસ ચાલુ નહીં રાખી શકાય

શનિવાર, 18 ફેબ્રુઆરી 2023 (17:16 IST)
ગર્લ્સ હોસ્ટેલ, કોલેજ, સ્કૂલ બહાર 50 મીટરની અંદર એકઠા થવા પર પ્રતિબંધ
 
ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓની છેડતીના કિસ્સા વધી રહ્યાં છે. બેખૌફ ફરી રહેલા અસામાજિક તત્વો સ્કૂલ કોલેજની વિદ્યાર્થીનીઓની છેડતી કરતા હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. ત્યારે આણંદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.તંત્ર દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે. 
 
જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી
આ જાહેરનામા પ્રમાણે સવારે 7 પહેલાં અને રાત્રે આઠ વાગ્યા બાદ કોઈપણ કોચિંગ ક્લાસ ચાલુ નહીં રાખી શકાય. તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે ગર્લ્સ હોસ્ટેલ, કોલેજ, સ્કૂલ બહાર 50 મીટરની અંદર એકઠા થવા પર પ્રતિબંધ લગાવવમાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરાશે. 
 
અગાઉ બનાસકાંઠા કલેક્ટરે આવું જાહેરનામું બહાર પાડ્યું હતું
અગાઉ બનાસકાંઠાના કલેક્ટર દ્વારા પણ જાહેરનામું બહાર પાડવામા આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં રાત્રે 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી ટ્યૂશન ક્લાસિસ બંધ રાખવા જણાવાયુ હતું. આ સમયમાં વિદ્યાર્થિનીઓની એકલતાનો લાભ લઈ કોઈ ગુનાહીત પ્રવૃત્તિનો લાભ ન ઉઠાવી જાય તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. જો કોઈ ટ્યૂશન ચાલક આ આદેશનું ઉલ્લંઘન કરે છે તો જાહેરનામા ભંગને લઈને તેની સામે કાર્યવાહી થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર