ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાનની શરૂઆત

શનિવાર, 22 એપ્રિલ 2023 (11:49 IST)
2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ  સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. આ અંતર્ગત ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાન શરૂઆત કરવામાં આવી છે. રાજકોટના કરણસિંહજી બાલાજી મંદિર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓએ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા કચરો વીણતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત સુરત ખાતે પણ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ જોડાયા હતા.

 
  
સફાઈ અભિયાનનો રાજકોટથી પ્રારંભ
ગુજરાતનાં 24 તીર્થસ્થાનના સફાઈ અભિયાનનો પ્રારંભ આજે પ્રથમ રાજકોટથી કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ મુખ્યમંત્રી રાજકોટમાં પહોંચી ગયા હતા. પ્રથમ કરણસિંહજી બાલાજી મંદિર ખાતે સફાઈ અભિયાનના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જ્યાં ભગવાન બાલાજીનાં દર્શન કરીને સફાઈ કામદારો સાથે વાતચીત કરી હતી. એ બાદ તેમણે પોતે ઝાડુ લઈ જાતે મંદિરના પટાંગણમાં સફાઈ કરી હતી. મુખ્યમંત્રી સાથે કુંવરજી બાવળિયા, રાજકોટ મેયર ડો.પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. હવે મુખ્યમંત્રી અટલ બિહારી ઓડિટોરિયમ ખાતે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. લોકસભા ચૂંટણીને લઇ વન ડે વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત આજે રાજકોટ જિલ્લામાં બેઠક કરશે. એ બાદ સાંજે 4 વાગ્યે ઈમ્પીરિયલ હોટલ ખાતે સૌરાષ્ટ્ર તમિળ સંગમ અંતર્ગત તમિળના ડેલિગેશનની મુલાકાત લેશે. આ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિવસભર રાજકોટમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે.
 
 
ભૂપેન્દ્ર પટેલે હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી.
અંબિકા નિકેતન મંદિરની આસપાસ સફાઈ
સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા અંબિકા નિકેતનને મોટા અંબાજી તરીકે ઓળખવામાં આવે છે. સુરતમાં જે ધાર્મિક સ્થળો છે એ પૈકીના અંબિકા નિકેતન વિશેષ મહત્ત્વ ધરાવે છે. ભાજપ દ્વારા રાજ્યભરમાં 23 જેટલાં ધાર્મિક સ્થળો પર મહાસફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે સુરતમાં પણ અંબિકા નિકેતન મંદિરથી આજે સવારે સફાઈ મહાઅભિયાન ચલાવવામાં આવ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર