રાજકોટમાં બ્યુટી સલૂનમાં સેન્ટ્રલ GSTની ટીમ ત્રાટકી, 43 લાખની કરચોરી ઝડપાઈ

બુધવાર, 28 ડિસેમ્બર 2022 (12:35 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પુરી થતાં જ GSTની ટીમે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.રાજકોટના બોનાન્ઝા બ્યૂટી સલૂનની 7 બ્રાન્ચ પર સેન્ટ્રલ GSTની ટીમ ત્રાટકી છે. સેન્ટ્રલ GSTની પ્રિવેન્ટીવ ટીમે પ્રથમ વખત સલૂન પર પાડ્યા દરોડા છે. દરોડા દરમિયાન રૂપિયા 43 લાખની કરચોરી ઝડપાઈ છે. બ્યૂટી સલૂનમાં ગ્રાહકો પાસેથી મસમોટી રકમ વસૂલવામાં આવતી હતી. પરંતુ ડ્યૂટી ભરવામાં નહોતી આવતી. જેની વિગતો ધ્યાને આવતા સેન્ટ્રલ GSTની ટીમે યુનિવર્સિટી રોડ, કેકેવી રોડ અને પેડક રોડ સહિતની ટીમો પર દરોડા પાડ્યા છે.

બીજી તરફ રાજ્યમાં બોગસ પેઢીઓ પર જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે. અમદાવાદ, વડોદરા અને સુરતની 20 પેઢીઓમાં સર્ચ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન 27 કરોડથી વધુની કરચોરી ઝડપાઇ છે. બાતમીને આધારે GST વિભાગે અમદાવાદની 4 પેઢીના 7 સ્થળે દરોડા પાડ્યાં હતા. તો સુરતમાં 11 પેઢીના 16 સ્થળે તપાસ હાથ ધરી હતી. જ્યારે વડોદરાની પાંચ પેઢીના પાંચ સ્થળે તપાસ કરી હતી. તપાસ દરમિયાન 20 પેઢીની 27 કરોડની કરચોરી ઝડપાઇ હતી. એટલું જ નહીં બોગસ પેઢી બનાવી ખોટી રીતે વેરાશાખા લેવામાં આવી હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર