ભાજપના કાર્યકરે હળવદનાં PI પર ચઢાવી દીધી કાર, કચડીને હત્યાના પ્રયાસનો આક્ષેપ

બુધવાર, 13 મે 2020 (14:45 IST)
લૉકડાઉનનું ભાજપના આગેવાનો દ્વારા જ ઉલ્લઘન કરતા હોય તેવા દ્રશ્યો હળવદમાં જોવા મળી રહ્યા છે. ભાજપના આગેવાનો સિવાય તમામને લૉકડાઉનના નિયમો લાગુ પડતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ગતરાત્રીના હળવદના કડીયાના રહેવાસી અને ભાજપના આગેવાન અશોકસિંહ જાડેજા સરા ચોકડી નજીક પોતાની સફેદ કલરની કાર લઈને આવ્યા હતા અને ફરજ પરના પીઆઈ સંદીપ ખાંભલા સાથે અણછાજતુ વર્તન કરી અને પીઆઈ ખાંભલાને ધક્કો મારી તેના પર ગાડી ચઢાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમયસૂચકતા વાપરી પીઆઈ ખસી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. આ મામલે હળવદ પોલીસ સ્ટેશનના પીઆઈ સાંદિપ ખાંભલા પર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ અશોકસિંહ જાડેજા વિરુદ્ધ ભારે કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.  જો આ સમયે પીઆઈ સંદીપ ખાંભલાએ પોતાના સ્વમાન અને ખાખીના સ્વમાન માટે મગરમચ્છ સામે બાથ ભરી છે. હવે શું ખાખી નેં આ જ રીતે અપમાનિત થવું પડશે?
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર