નિલેશ રૈયાણી હત્યાકેસમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ સહિત ત્રણને આજીવન કેદ

શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (12:50 IST)
વર્ષ 2004માં ગોંડલમાં વાછરા ગામના નિલેશ મોહન રૈયાણી હત્યા કેસમાં ત્રણને હાઈકોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. જેમાં ગોંડલ ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઉર્ફે ભોગતરાણાને 302નાં ગુનામાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કેસની વિગત મુજબ, તારીખ 08-02-2004ની રાતે ગોંડલમાં જેસિંગ કાળા ચોકમાંથી યુટિલિટી જીપમાં પસાર થઇ રહેલા વાછરા ગામના નિલેશ મોહનભાઇ રૈયાણી, જયેશ સાટોડિયા અને રામજી મારકણા કન્યા છાત્રાલય અને ત્યાંથી પરત રાજવાડી તરફ જઇ રહ્યા હતા ત્યારે ત્રણ ગાડીમાં આવેલા જયરાજસિંહ, અમરજીતસિંહ જાડેજા સહિતના આરોપીઓએ ફાયરિંગ કરીને નિલેશ રૈયાણીની હત્યા કરી હતી. આરોપીઓએ વિક્રમસિંહની હત્યાનો બદલો લેવા પૂર્વયોજિત કાવતરું રચીને હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો