રાજકોટમાં ગણેશ વિસર્જનમાં મોટી દુર્ઘટનાઃ મામા-ભાણેજ આજી ડેમમાં ડૂબી જતા મોત

શનિવાર, 23 સપ્ટેમ્બર 2023 (19:10 IST)
ganesg visarjan
રાજકોટમાં ગણેસ વિર્સજન કરતા સમયે ડૂબી જતા મામા-ભાણેજના મોત થયા છે. આજીડેમમાં ડૂબી જતા બન્નેના મોત નિપજ્યા છે. કોઠારિયા રોડ પર આવેલી મણિનગર સોસાયટીમાંથી મામા-ભાણેજ ગણેશ વિર્સજન માટે આજીડેમ ગયા હતા. ડેમમાં ડૂબી જતા ફાયરબ્રિગેડ દ્વારા બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ગણેશ વિર્સજન કરતી વખતે મામા-ભાણેજ ડૂબતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ મણિનગર સોસાયટીમાં રહેતા રામભાઈ (ઉં.વ.33) અને તેનો ભાણેજ હર્ષ (ઉં.વ.19) ગણેશ વિર્સજન માટે આજીડેમ ગયા હતા. જ્યાં ઊંડા પાણીમાં બન્ને ગરકાવ થતા બન્નેના મોત થયા છે. રામભાઈ અને તેનો ભાણેજ હર્ષ અન્ય એક વ્યક્તિ સાથે ગણપતિ બાપાની મૂર્તિ લઈને આજી ડેમમાં વિર્સજન માટે ઉતરે છે, પાણીમાં ચાલતા ચાલતા 80થી 100 ફૂટ જેટલા દૂર ઊંડા પાણીમાં જતા દેખાય છે. બાદમાં ઊંડા પાણીમાં જેવા ગણપતિબાપાની મૂર્તિ વિસર્જન કરે છે ત્યારે ત્રણેય ડૂબવા લાગે છે. પરંતુ રામભાઈ અને હર્ષ ડૂબવા લાગે છે જ્યારે ત્રીજી વ્યક્તિ તરીને બહારની તરફ આવી જતી દેખાઇ છે એટલે તે બચી જાય છે. જ્યારે રામભાઈ અને હર્ષ પાણીમાં બચવા માટે પ્રયાસ કરે છે પણ ત્યાં સુધીમાં તેઓ પાણીમાં ગરક થઈ જાય છે

ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા ટીમ દોડી આવે છે અને રામભાઈ અને હર્ષના મૃતદેહને બહાર કાઢે છે. ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ પણ દોડી આવે છે અને બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર