વડોદરા શહેરમાં શિક્ષક દિને યોજાયેલા શિક્ષક સન્માન સમારોહમાં શિક્ષકોએ સ્ટેજ પરથી ગ્રેડ પે-જૂની પેન્શન યોજના મુદ્દે રજૂઆત કરતા હોબાળો મચી ગયો હતો. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને વડોદરાના મેયર સહિતના પદાધિકારીઓની સાથે તેમની હાજરીમાં શિક્ષકોએ ગ્રેડ-પે તેમજ પગાર મામલે જાહેર મંચ ઉપરથી પોતાના આંદોલન અને માંગણીઓ સંતોષાયા નથી,
તેવા જોરદાર ભાષણ કર્યાં છે.શિક્ષક સંઘના અગ્રણી પિનાકીન પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકો માટે જૂની પેન્શન યોજના બંધ કરીને નવી પેન્શન યોજના શરૂ કરી છે. આ અત્યંત દુ:ખદ બાબત છે. તેમજ શિક્ષકોનો 6માંથી 4 મહાનગરપાલિકાનો 4200નો ગ્રેડ પેનો પ્રશ્ન પણ અધૂરો છે. અહીંના સાંસદ શિક્ષણ સમિતના વાઇસ ચેરમેન હતા. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ શિક્ષણ સમિતીના ચેરમેન રહી ચૂક્યા છે. અમે છેલ્લા 20 વર્ષથી આ પ્રશ્ન માટે લડી રહ્યા છીએ. છતાં પણ 4 મહાનગરપાલિકાના શિક્ષકોનો આ પ્રશ્નો સોલ્વ થતો નથી.શિક્ષક સંઘના અગ્રણી પિનાકીન પટેલે સ્ટેજ પરથી જણાવ્યું હતું કે, મે વાંરવાર રજૂઆતો કરેલી છે કે, શિક્ષકને શિક્ષણ સિવાયની કોઈ પણ કામગીરી ન આપો. ઘર હોય, પણ તેને મેઇન્ટેઇન કરવાના પૈસા જ ન હોય તો ઘરને મેઇન્ટેઇન કેવી રીતે કરી શકો. હું બાળક દીઠ, દરેક શાળાને 500 રૂપિયાનું મેઇન્ટેન્ટન્સ માંગુ છું. જેનાથી આચાર્ય પોતાની શાળામાં સુનિયોજીત કાર્ય કરી શકે અને શાળાને સરસ બનાવી શકે.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, વડોદરા મહાનગરના અધ્યક્ષ ક્રુણાલ સુથારે જણાવ્યું હતું કે. શિક્ષકે સ્ટેજ પરથી જણાવ્યું હતું કે, છેલ્લા 8 મહિનાથી મહાનગરપાલિકાના શિક્ષકોને 4200નો ગ્રેડ પે શા માટે નથી મળતો તેના પર મનોમંથન ચાલી રહ્યું છે. અમારો સંઘ ગાંધીનગર જઈને સતત જઈ રહ્યો છે અને 4200નો ગ્રેડ પેનો નિવેડો લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. 1994 અને 1996માં જે ઠરાવો થયા, જેને લઈને શિક્ષણ સમિતના શિક્ષકોનો 4200નો ગ્રેડ પે બંધ થયો. તો શું આ ઠરાવ બદલાવો જોઈએ કે નહીં. તમામ શિક્ષકોને ગ્રેડ પે મળવો જોઈએ કે ન મળવો જોઈએ? અજે અમુક મહાનગરપાલિકાઓને 4200 ગ્રેડ પે મળતો હોય તો વડોદરા શિક્ષણ સમિતી આપી શકે કે ન આપી શકે. વડોદરા શિક્ષણ સમિતીના શિક્ષકોને 4200નો ગ્રેડ પે મળવો જોઇએ અને તેના માટે અમે સતત કાર્યરત છીએ.