વડોદરા: વ્યાવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય (OSH) ઉપર ઇન્ટરનેશનલ વિઝન ઝીરો કોન્ફરન્સનું બે દિવસીય આયોજન ગુજરાતના વડોદરા શહેરમાં કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ 31મી જુલાઇથી 1 ઓગસ્ટ 2019 દરમિયાન વડોદરામાં ગ્રાન્ડ મર્ક્યુરે, સુર્યા પેલેસ, વડોદરામાં યોજવામાં આવી છે. આ કોન્ફરન્સનું આયોજન ધી જર્મન સોશિયલ એક્સિડેન્ટ (DGUV) જર્મની, ઇન્ડો જર્મન ફોકલ પોઇન્ટ ઇન્ડિયા, ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH), ગુજરાત સરકાર અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)ની સાથે ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યુટિરી એસોસિએશન (ISSA)ના મજબૂત સહયોગથી કરવામાં આવ્યું છે.
આ "વિઝન ઝીરો"ની કલ્પના વૈશ્વિક વ્યાવસાયિક સલામતી અને આરોગ્યની સ્થિતિમાં સુધારો લાવવા અને 'ઝીરો અકસ્માતો' ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે એક અસરકારક સાધન તરીકે ઝડપથી ઉભરી રહી છે. જર્મનીમાં સામાજિક અકસ્માત વીમા (ડ્યુશે ગેસેટઝ્લિશ અનફલ્વરસિચેરંગ - ડીજીયુવી) દ્વારા ગુજરાતમાં આ વિચારના આધારે પ્રથમવાર આવા પ્રકારની OSH ઉપર આંતરરાષ્ટ્રીય વિઝન ઝીરો કોન્ફરન્સનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું છે.
આ કોન્ફરન્સનો મુખ્યુ ઉદ્દેશ્ય વ્યવસાયિક સલામતી અને આરોગ્યના પડકારો અને વિવિધ ક્ષેત્રોના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. સંમેલન દરમિયાન, વ્યવસાયિક સલામતી અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો શ્રેષ્ઠ પ્રયાસોની માહિતી અપાઇ હતી.. આ કોન્ફરન્સમાં અગ્રણી હિતધારકો મુખ્ય મુદ્દાઓ અને વિકાસ ઉપર પ્રકાશ નાંખવામાં આવ્યા હતા.
વડોદરામાં યોજાયેલી આ બે દિવસયી કોન્ફરન્સમાં 8 પેનલ છે જેમાં દેશ અને વિદેશના 30થી વધુ વકત્તાઓ કોન્ફરન્સને સંબોધિત કરશે. ઉપરાંત ગુજરાતભરમાંથી 700થી વધારે હેલ્થ અને સેફ્ટી પ્રોફેશનલ્સ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રોડક્ટના ડિપ્લે, સર્વિસ અને ટેકનોલોજી સોલ્યુશન્સ માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાયું હતું. ઉપરાંત ઉદ્યોગ જગતના 400થી વધારે લિડર, સરકારી અધિકારીઓ, સેફ્ટી પ્રોફશનલ્સ અને ઇએચએસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સીઆઇઆઇના સેન્ટ્રલ ગુજરાતના ઝોનલ કાઉન્સિલના ચેરમેન અને Schott Glass India Pvt. Ltd ના પ્રેસિડેન્ટ જ્યોર્જ સ્પર્શકુહ એ જણાવ્યું કે, “ જર્મની ભારત સાથે વ્યૂહાત્મક ભાગીદાર વહેંચશે જે 500 વર્ષથી પણ વધારે જૂની છે. જર્મની વર્ષ 2000 પછીથી ભારતમાં સાતમું સૌથી મોટું ફોરેન ડાયરેક્ટર ઇન્વેસ્ટર છે. 1600થી વધારે જર્મની કોલેબોરેશન્સ અને 600થી વધારે ઇન્ડો-જર્મન જોઇન્ટ વેન્ચર છે. જર્મનની સરખામણીએ ભારતમાં વ્યાસાયિક અકસ્માતોની સંખ્યા ઘણી વધારે છે.
આથી મહત્તમ પરિણામો મેળવવા અને અકસ્માતોની સંખ્યા નીચે લાવવા માટે ભારતે આપણે મેન્યુફેક્ચરિંગ સ્ટાઇલમાં શીખવા અને તેમાં કંઇક સમાવિષ્ઠ કરવાની જરૂર છે. આ અત્યંત દુર્લભ પરિદ્રશ્ય છે જ્યાં ભારતની રાજ્ય સરકાર જર્મન કાઉન્ટરપાર્ટનર્સ સાથે સહયોગ સાંધે છે જેથી ગતિશિલ રાજ્ય ગુજરાતમાં ઔદ્યોગિક સુરક્ષાના માપદંડોમાં વધુ સુધારો કરી શકાય.’’ આ કોન્ફરન્સમાં મેન્યુફેક્ચરિંગમાં સુરક્ષા, પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝ, ઔદ્યોગિક સ્વસ્છતા અને સુરક્ષા, ઇલેક્ટ્રિકલ સેફ્ટી, પાઇપલાઇન અને ટ્રાન્સપોર્ટેશનમાં સુરક્ષા, બાંધકામ ક્ષેત્રે સુરક્ષા અને ફાયર સેફ્ટી જેવા સેક્ટર ઉપર પ્રકાશ પાડવામાં આવ્યું હતું.
જર્મનીના ISSA કન્સ્ટ્રક્શનના પ્રેસિડેન્ટ પ્રોફેસર કાર્લ હેઇન્ઝ નોએટેલ એ જણાવ્યું કે, “25 વર્ષ પહેલા જર્મનીમાં તેમના ખાણકામ ઉદ્યોગમાં સૌથી વધુ અકસ્માત થયા હતા પરંતુ સમયની સાથે તેમના દેશ ખાણકામ ઉદ્યોગોને તેમના કાર્યક્ષેત્રમાં અકસ્માતોની સંસ્થાઓ ઘટાડવામાં બહું મહેનત કરવી પડી છે."
સીસીઆઇના સેન્ટ્રલ ગુજરાત ઝોનના કોર ગ્રૂપના ઔદ્યોગિક સલામતીના ચેરમેન અને પૂર્વ ચેરમેન, સીઆઇઆઇ સેન્ટ્રલ ઝોન કાઉન્સિલ અને સ્યોર સેફ્ટી (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિશિથ દંડ એ જણાવ્યું કે, “વિઝન ઝીરો કોન્ફરન્સ ઉદ્યોગો અને સરકાર બંને માટે તેમની પહેલને અવાજ પુરો પાડવા માટેનું એક અસરકારક પ્લેટફોર્મ છે. સરકારની આગામી સચેત યોજના અકસ્માતો અને વ્યાસાયિક બિમારીઓના નિવારણ માટેની એક મહત્વપૂર્ણ પહેલ છે. અકસ્માત નિવારણમાં સલામતીની વ્યવસ્થાઓ અને વ્યક્તિગત સુરક્ષાના સંશાધનોના ઉપયોગનું મહત્વ અનેક ગણું વધી જશે.”
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ)ના મતે દર વર્ષે લગભગ 25 કરોડ અકસ્માતો કાર્યસ્થળ ગેરહાજરીના લીધે સર્જાય છે, દરરોજ 6,85,000 અકસ્માતો થાય છે આ ધોરણે દર મહિને 475 દુર્ઘટના અને દર સેકન્ડે 8 એક્સિડેન્ટ થાય છે. ઓર્ગેનાઇઝેશને વધુમાં જણાવ્યું કે, અદ્યતન ઔદ્યોગિકરણ ધરાવતા અર્થતંત્રમાં મૃત્યુદર મધ્ય અને ઇસ્ટર્ન યુરોપ, ચીન અને ભારત કરતા અડધું છે. સલામત અને સ્વચ્છ કાર્યસ્થળ ઉપલબ્ધ કરાવવું એ બધા દેશોનું સાર્વત્રિક સામાન્ય ઉદ્દેશ્ય પૈકીનું એક છે. આ સાર્વત્રિક સામાન્ય ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે વ્યવસાયિક સલામતી અને આરોગ્યની આવશ્યક જરૂરિયાતો માટે શ્રેષ્ઠ કામગીરી અને અનુભવ સહિત સરકાર અને જ્ઞાનનું આદાનપ્રદાન આવશ્યક છે.
ગુજરાત સરકારના માનનીય શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી દિલીપકુમાર ઠાકોરે, ‘સ્વસ્થ કામદાર, સ્વસ્થ ઉદ્યોગ – સ્વસ્થ ગુજરાત – સ્વસ્થ ભારત’નો વિચાર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ વાક્યને પરિપૂર્ણ કરવા માટે સરકારે ‘સચેત યોજના’ની શરૂઆત કરી છે, જેના દ્વારા કારખાનાઓ અને બાંધકામના સ્થળોએ પર કામગીરીનના માહોલ ઉપર નજર રાખવામાં આવશે. સચેત યોજના દેશમાં આવા પ્રકારની પ્રથમ યોજના છે.
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી, આઇએએસ વિપુલ મિત્તલે વધુ ઉમેરતા કહ્યું કે, “રાજ્ય સરકાર વિઝન ઝીરો પ્રત્યે પ્રતિબદ્ધ છે, જેનો અર્થ કામદારો અને કારખાનાઓ બંનેને ‘શૂન્ય અકસ્માત અને શૂન્ય ખોટ’ એવો થાય છે. સરકારના માનનીય મંત્રીશ્રી જણાવ્યા મુજબ સરકાર સચેત યોજના શરૂ કરી રહી છે અને આરોગ્ય અને સલામતીના પાસાઓ માટે આશરે 5000 ફેક્ટરીઓ અને બાંધકામના સ્થળોનો એક જાહેર ક્ષેત્રનો સેમ્પલ સર્વે કરી રહી છે.” ગુજરાત સરકારના ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ ડિરેક્ટોરેટના ડિરેક્ટર પી.એમ. શાહ એ જણાવ્યું કે, “ગુજરાત એ દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રનું ગ્રોથ એન્જિન છે. સ્વાસ્થ્ય, સુરક્ષા અને પર્યાવરણીય સમસ્યાઓને સાંકળીને નિયંત્રિત કરવાની જરૂર છે. ગુજરાત સરકાર કાયદાનો કડક અમલ કરવા માટે પ્રતિબદ્ધ છે.”
સ્વાસ્થ્યને મનુષ્યનો સૌથી ઉચ્ચ ગુણ માનીને પ્રથમ પ્રાથમિકતા માનવ સ્વાસ્થને જાળવી રાખવાના તમામ સંભવિત પગલાંઓ ઉપર હોવું જોઇએ. માનવ સ્વાસ્થ્યને જાળવી રાખવા આરોગ્ય માટેના જોખમી પરિબળોને અટકાવવા વિશ્વસનિય પદ્ધતિ ઉપર રોકાણ કરવું જોઇએ. તે જ સમયે રોગનું નિવારણમાં રોકાણ કરવાથી વ્યાવસાયિક અકસ્માતો, વ્યાવસાયિક બિમારો અને વેડફાતો કામગીરીનો સમય બચાવવામાં મદદ મળશે છે અને તેને એક મુખ્ય સ્પર્ધાત્મક પરિબળ તરીકે પણ ગણી શકાય છે. આમ પ્રિવેન્શન એ કંપનીઓની ટકાઉ આર્થિક સફળતા તેમજ લોકોની રોજગારની જાળવણીમાં યોગદાન આપે છે. તેને હાંસલ કરવા માટે ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યોરિટીઝ એસોસિએશન (ISSA) નિયમો નિર્ધારિત કરે છે અને એક માપદંડની રજૂઆત કરે છે જે વિઝન ઝીરો હાંસલ કરવા માટેનો આધાર બનાવે છે.