દરમિયાન જાણવા મળતી વિગતો મુજબ આ ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતાં અને ૧૫-૧૫ ફુટ સુધી પાણી ઉંચે ચડતા ઘરના ઘર ડૂબી ગયા હતા. અત્યારે આ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું અને અત્યારે લોકોના ટોળેટોળા ગામમાં ઊમટી પડ્યા છે. એવું જાણવા મળે છે કે બનાસ નદીના ધસમસતા પાણીએ કાળો કેર વર્તાવ્યો હતો. હજુ અનેક લાશો કાદવ હેઠળ દટાયેલી હોવાનું જાણવા મળે છે, તેથી મૃત્યુઆંક વધશે તેવું જણાય છે. ખૂબ જ ભયાનક સ્થિતિ હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.ટોટણા, જામપુર અને નડી ઉપરના ઘણા ગામોમાં પૂરે વિનાશ સર્જ્યો હોવાનું જાણવા મળે છે. આ ગામોમાં અનેકના મોત થયાનું જાણવા મળે છે.