કોરોનાના વિસ્ફોટ વચ્ચે ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ 2022 મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાતા ફ્લાવર શોને પણ રદ કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ ફ્લાવર શો રદ્દ કરવાની જાહેરાત કરી છે. ત્યારે હાલમાં પ્રાપ્ત થઇ રહેલી માહિતી અનુસાર ખોડલ પાટોત્સવ વર્ચ્યુલ યોજવામાં આવશે.
ગુરૂવારે ખોડલધામના ટ્રસ્ટીએ આ કાર્યક્રમ વર્ચ્યુલ રાખવાની જાહેરાત કર્યા બાદ પત્રિકા વાયરલ થઈ હતી. એ પછી જાહેરાત કરાઈ છે કે, ખોડલધામના કાર્યક્રમ અંગેનો સત્તાવાર નિર્ણય શનિવારે જાહેર કરાશે. શુક્રવારે ખોડલધામના ટ્રસ્ટી મંડળની બેઠક મળશે અને શનિવારે કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં 21 જાન્યુઆરીએ પાટોત્સવ મહોત્સવ યોજવા અંગે અંતિમ નિર્ણય લેવાશે. શનિવારે પત્રકાર પરિષદ કરીને ખોડલધામ પાટોત્સવ મહોત્સવ યોજવો કે નહીં તે અંગેની સત્તાવાર જાહેરાત કરાશે.
ખોડલધામના સૂત્રોએ જણાવ્યું છે કે, શુક્રવારે કાલે ખોડલધામમાં ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી બપોરે પાટોત્સવના નિર્ણય અંગે જાહેરાત કરવામાં આવશે. આ પાટોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા.