ઉત્તર ગુજરાતમાં ભૂકંપના હળવા આંચકા અનુંભવાયા, પાલનપુર નજીક એપીસેન્ટર

બુધવાર, 5 જૂન 2019 (22:58 IST)
લોકો ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની ક્રિકેટ મેચની મજા માણી રહ્યાં હતાં ત્યારે જ આશરે પોણા 11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુંભવાયા હતાં. ઈડર, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મામાં ભૂકંપના આંચકા અનુંભવાયા હતાં. તેવી જ રીતે અરવલ્લી, સાબરકાંઠામાં પણ ભૂકંપનો આંચકો અનુંભવાયો હતો
 
ગુજરાત અને રાજસ્થાનની સરહદે પણ લોકોને ભૂકંપનો અહેસાસ થયો હતો. અંબાજી અને આબુમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. માઉન્ટ આબુમાં ગરમીમાંથી રાહત મેળવવા ગયેલા પ્રવાસીઓ ભૂકંપનો આંચકો અનુંવાતા જ હોટલની બહાર દોડ્યા હતાં.
 
અમદાવાદના થલતેજ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુંભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 10 સેકેન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુંભવાયો હતો. રિક્ટલ સ્કેલ પર 4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 38 કિમી દૂર માઉન્ટ આબુની પર્વતમાળાની આસપાસ નોંધાયું છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર