પુરાતત્વ વિભાગને સોમનાથ મંદિરની નીચેથી મળ્યો અદભૂત વારસો

બુધવાર, 30 ડિસેમ્બર 2020 (09:50 IST)
આઇઆઇટી ગાંધીનગર અને 4 સહયોગી સંસ્થાઓના પુરાતત્વ વિભાગ દ્વારા ભૂગર્ભમાં આધુનિક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટને એક રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. જેમાં સોમનાથની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈતિહાસને લક્ષીને ભૂગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમા હોવાનુ રિપોર્ટમાં સામે આવ્યું છે. 
 
આ તપાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સોમનાથ મંદિરના ટ્રસ્ટીની 2017માં દિલ્હી ખાતે એક બેઠક મળી હતી. જેમાં સોમનાથના રહેવાસી અને ટ્રસ્ટી જે.ડી. પરમારે સોમનાથ આજુબાજુના વિસ્તારમાં પુરાતત્વ સંશોધન થવુ જોઈએ તેવો અભિપ્રાય આપ્યો હતો.
 
પુરાત્વ વિભાગની એક વર્ષની તપાસ બાદ 32 પાનાનો એક રિપોર્ટ તૈયાર કરી સોમનાથ ટ્રટને સોંપવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મંદિર નીચે Lઆકારની વધુ એક બિલ્ડીંગ છે. એ પણ જાણવા મળ્યું છે સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વારથી થોડેક દૂર સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યૂ આસપાસ બૌદ્ધ ગુફાઓ પણ છે. અહીં ભૂગર્ભમા ત્રણ માળ કરતા વધારે બાંધકામ હોવાની શક્યતા મળી આવી છે. અઢી મીટરનો એક માળ, બીજો પાંચ મીટર બીજો માળ અને ત્રીજો સાડાસાત મીટર એમ ત્રણ માળાનું બાંધકામ આધુનિક મશીનની ક્ષમતા પ્રમાણે જોવા મળ્યું છે. 
 
એક્સપર્ટએ લગભગ 5 કરોડના આધુનિક મશીનો વડે મંદિર નીચે તપાસ કરી હતી. જમીન નીચે લગભગ 12 મીટર સુધી GPR ઇન્વેસ્ટિગેશન કરી તો જાણવા મળ્યું કે નીચે પણ એક પાક્કી બિલ્ડીંગ છે અને પ્રવેશ દ્વાર પણ છે. 
 
આ સંસ્થાના નિષ્ણાતોએ પોતાના સંશોધન નિષ્પક્ષ આપી અને સોમનાથ ટ્રસ્ટને જે રિપોર્ટ આપવામાં આવ્યો છે, તે ઘણો મહત્વનો છે. જો પુરાતત્વ દ્વારા ખોદકામ કરવામાં આવે તો ઈતિહાસનું બીજુ પાનુ ખૂલી શકે છે. પરંતુ આ રિપોર્ટ આપ્યાને ત્રણ-ત્રણ વર્ષ વિત્યા બાદ પણ હજુ સુધી કોઇ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
 
સોમનાથ મંદિર તેમજ પ્રભાસ પાટણમાં અનેક એવા ઐતિહાસીક સ્થળો છે, જ્યાં પુરાતત્વ વિભાગ ધ્યાન આપે તો ઐતિહાસીક ધરોહરનો ખજાનો નીકળી શકે છે. જેમ કે, પ્રભાસમાં સૂર્યનારાયણની બાર કળાના 12 મંદિર હતા. જેમાંથી માત્ર એક જ મંદિર હાલ હયાત છે. હીંગળાજ માતાજીની ગુફા જેવા અનેક સ્થળો છે. 
 
કહેવામાં આવે છે કે સૌથી પહેલાં એક જૂનું મંદિર અસ્તિત્વમાં હતું. બીજીવાર સાતમી સદીમાં વલ્લભીના મૈત્રક રાજાઓએ મંદિર બનાવ્યું. આઠમી સદીમાં સિંધના અરબી ગર્વનર જુનાયદથી તેને તોડવા માટે પોતાની સેના મોકલી. ત્યારબાદ પ્રતિહાર રાજા નાગભટ્ટે 815 ઇસમીમાં તેને ત્રીજાવાર બનાવવામાં આવ્યું તેના અવશેષો પર માળવા રાજા ભોજ અને ગુજરાતના રાજા ભીમદેવે ચોથીવાર નિર્માણ કરાવ્યું. પાંચમું નિર્માણ 1169માં ગુજરાતના રાજા કુમાર પાળે કરાવ્યું હતું. 
 
મુગલ બાદશાહ ઔરંગજેબે 1706માં ફરીથી મંદિરને તોડી દીધું હતું. જૂનાગઢને ભારતનો ભાગ બનાવ્યા બાદ તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભાઇ પટેલે જુલાઇ 1947માં સોમનાથ મંદિરને ફરીથી બનાવવાનો આદેશ કર્યો હતો. નવું મંદિર 1951માં બનીને તૈયાર થયું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર