વુમન્સ ડે નિમિત્તે મહિલાઓને આર્ક મ્યુઝિક એવોર્ડ એનાયત, ગુજરાતને મળશે નવા ફિમેલ મ્યુઝિક આર્ટિસ્ટ

મંગળવાર, 9 માર્ચ 2021 (12:51 IST)
મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધે તે જરૂરી છે અને તેમાં પણ ખાસ કરીને આર્ટ અને મ્યુઝિક જેવા ક્ષેત્રોમાં પ્રોત્સાહિત થાય એ માટે મહત્વના દિવસ એવા વુમન્સ ડે નિમિત્તે આર્ક મ્યુઝિક એવોર્ડ લોન્ચ કરવામાં આવ્યો છે. આ એક પ્રકારનું એવું પ્લેટફોર્મ બનીને આવ્યું છે જેના થકી અનેક મહિલાઓ જોડાશે તેમને નવું પ્લેટફોર્મ મળશે.
 
આર્ક ઇવેન્ટ અને હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને સર્વ પ્રથમ વખત આ સિઝનનો પહેલો આર્ક મ્યુઝિક એવોર્ડ લોન્ચ કરાયો છે. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને આના થકી અમદાવાદ અને ગુજરાતને નવા ફિમેલ મ્યુઝિક આર્ટિસ્ટ મળશે.
 
આ પ્રસંગે નવનીત નાગ, ચેરમેન ઓફ આર્ક ઇવેન્ટ અને ડૉ. નીતિન સુમંત શાહ, ચેરમેન હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ તેમજ આ મહાનુભાવોની સાથે અન્ય કેટલાક ગેસ્ટ હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામમાં આરતી મુન્શી, દક્ષા શાહ, જયશ્રી નાયક, વર્ષા કુલકર્ણી, નિલુ દવેને એવોર્ડ અપાયા હતા.
 
એવોર્ડ આપવા માટે કાર્યક્રમમાં અન્ય મહેમાનોમાં સિલ્વા પટેલ, રાજિકા કચેરીયા, ડૉ. નીતિન સુમંત શાહ, પિંકી સાધુ, રીતુ અગ્રવાલ, દેવાંગ ભટ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરચંદ લગાવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર