ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ?

રવિવાર, 27 માર્ચ 2022 (15:54 IST)
રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટ્યાનો દાવો કરવામાં આવ્યો છે. વન રક્ષક પરીક્ષાના પેપર પરીક્ષા અગાઉ ફુટ્યાનો દાવો કરાઇ રહ્યો છે. ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પરથી પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 
 
પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલો વિદ્યાર્થી જવાબ સાથે પ્રવેશ્યો હતો. 10 નંબરના બ્લોકના વિદ્યાર્થી લેટરપેડ સાથે રૂમમાં પ્રવેશ્યો હતો. રૂમમાં જવાબ સાથે આવતા 
 
નિરીક્ષકે પરીક્ષાર્થીને પકડતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જો કે, આ ઘટનાને પગલે અન્ય પરિક્ષાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર